પોરબંદર શહેરમાં પવન સાથે ઝરમર વરસાદ.
પોરબંદર, 02 એપ્રિલ (હિ.સ.)પોરબંદર સહિત રાજયભરમા કમોસમી વરસાદની આગાહી કરવામ આવી છે. જેને પગલે પોરબંદર જીલ્લાના વાતાવરણમા પલટો આવ્યો હતો અને પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમા કમોસમી વરસાદ પડયો હતો જેને પગલે ખેડુતોની ચિંતામા વધારો થયો છે. હવામાન
પોરબંદર શહેરમાં પવન સાથે ઝરમર વરસાદ.


પોરબંદર શહેરમાં પવન સાથે ઝરમર વરસાદ.


પોરબંદર શહેરમાં પવન સાથે ઝરમર વરસાદ.


પોરબંદર, 02 એપ્રિલ (હિ.સ.)પોરબંદર સહિત રાજયભરમા કમોસમી વરસાદની આગાહી કરવામ આવી છે. જેને પગલે પોરબંદર જીલ્લાના વાતાવરણમા પલટો આવ્યો હતો અને પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમા કમોસમી વરસાદ પડયો હતો જેને પગલે ખેડુતોની ચિંતામા વધારો થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણ જેટલ વરસાદની સીસ્ટમ સક્રિય બની છે જેને પગલે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. જેને પગલે પોરબંદર જીલ્લામા બપોરા 12 વાગ્યાખ આસપાસ એકાએક વાતાવરણમા પલટો આવ્યો હતો અને વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ પોરબંદર શહેરમા છાંટા પડયા હતા જયારે બરડા ગામોના પાલખડા, દેગામ સહિતના ગામોમા વરસાદી ઝાંપટા પડયા હતા પોરબંદર જિલ્લામા ઉનાળુ પાકા તલ, ચોળી અને મગ સહિતના પાકનુ વાવતેર કરવામા આવ્યુ છે.હાલ કમોસમી વરસાદની પડતા ખેડુતોની ચિંતામા વધારો થયો છે. કમોસમી વરસાદની સાથે ભારે પવન ફુંકાયો હતો પોરબંદર શહેરમા હનુમાન જન્મોત્સવની ઉજવણી પ્રસંગે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો કમોસમી વરસાદને પગલે ખેડુતોની ચિંતા વધારી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande