નાગેશ કોર્પોરેશન સામે પાટણ નગરપાલિકાની કડક કાર્યવાહી
પાટણ, 02 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે માખણીયા વિસ્તારમાં લેગસી વેસ્ટના નિકાલમાં થયેલી અનિયમિતતાઓ બદલ નાગેશ કોર્પોરેશન સામે કડક પગલા લીધા છે. એજન્સીને ₹6.83 કરોડ 15 દિવસમાં જમા કરાવવા આદેશ અપાયો છે, નહીં તો IPC મુજબ કાયદેસર
નાગેશ કોર્પોરેશન સામે પાટણ નગરપાલિકાની કડક કાર્યવાહી


પાટણ, 02 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે માખણીયા વિસ્તારમાં લેગસી વેસ્ટના નિકાલમાં થયેલી અનિયમિતતાઓ બદલ નાગેશ કોર્પોરેશન સામે કડક પગલા લીધા છે. એજન્સીને ₹6.83 કરોડ 15 દિવસમાં જમા કરાવવા આદેશ અપાયો છે, નહીં તો IPC મુજબ કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યું કે વર્ષ 2023માં 73% ઊંચા ભાવે વર્ક ઓર્ડર મળ્યા બાદ પણ એજન્સી સમયસર કામ પૂર્ણ કરી શકી નહોતી. 1 માર્ચ 2025એ ખોટી રીતે કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર મેળવવામાં આવ્યું હતું, જ્યારે વાસ્તવમાં કામગીરી અધૂરી રહી હતી.

મશીનરી ક્ષમતા અને નાણાકીય ગણતરી મુજબ એજન્સીએ 127 દિવસમાં 2.17 લાખ ટન કચરો પ્રોસેસ કરવાનો દાવો કર્યો, જે અશક્ય છે. વાસ્તવમાં માત્ર 76,200 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ થઈ શક્યો હતો, છતાં ₹10.02 કરોડની ચૂકવણી લઈ લેવાઈ હતી.

આ મામલે વધારાની ચુકવણી સહિત વિવિધ દંડ ઉમેરી કુલ ₹6.83 કરોડ વસૂલવાની નોટિસ આપવામાં આવી છે. ચીફ ઓફિસરે સ્પષ્ટ કહ્યું કે સરકારી નાણાંની ગેરરીતિમાં કોઈ બાંધછોડ સહન કરવામાં આવશે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande