
સોમનાથ,20 એપ્રિલ (હિ.સ.) સોમનાથ જિલ્લા પંચાયતની આદ્રી વાવડી બેઠક ઉપર પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો
સંકલ્પ સભા માં ઉપસ્થિત રહી કાર્યકરો અને આગેવાનો સાથે સભા યોજી હતી ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયત ની તમામ બેઠકો ઉપર જીત ની આશા વેકત કરાઈ
સોમનાથ વિધાનસભા વિસ્તારમાં રાજકીય ગરમાવો ફરી એકવાર તેજ થયો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તાજેતરમાં સોમનાથ ખાતે જાહેર સભામાં કોંગ્રેસના ધારાસભ્ય પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે સ્થાનિકો ને સંબોધતા ધારાસભ્યની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા.
જાહેર સભામાં બોલતા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સોમનાથ વિધાનસભાના મતદાતાઓએ અગાઉ માત્ર 922 મતના અંતરથી કોંગ્રેસના ધારાસભ્યને જીત અપાવી હતી. તેમણે લોકોને યાદ અપાવતા કહ્યું કે આ જીત ખૂબ જ ઓછી બહુમતીથી મળી હતી, છતાંય તેમના પ્રતિનિધિએ લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી.
પ્રદેશ પ્રમુખ સભામાં હાજર કાર્યકરોમાં ભાજપ સમર્થકો દ્વારા આ પ્રદેશ ભાજપ પ્રમુખ નિવેદનને જોરદાર સમર્થન મળ્યું હતું.
વિશ્વકર્માએ વધુમાં દાવો કર્યો કે સોમનાથ વિસ્તારના વિકાસ માટે જો કોઈ પ્રયત્નો થયા છે, તો તે ભાજપના સાંસદ અને ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ સ્થાનિક લોકોને મળી રહ્યો છે. છતાં પણ, કોંગ્રેસના ધારાસભ્ય આ વિકાસ કાર્યમાં કોઈ ખાસ ભૂમિકા ભજવી શક્યા નથી.આ કાર્યક્રમ દરમિયાન વિશ્વકર્માએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે જો વિસ્તારના વિકાસને ગતિ આપવી હોય, તો મજબૂત નેતૃત્વ અને સક્રિય પ્રતિનિધિત્વ જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ