
ભાવનગર, 20 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે વિવિધ સમાજના આગેવાનો સાથે આગામી કાર્યક્રમોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સમાજના વિવિધ વર્ગોને જોડતા કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સમાજના આગેવાનોના સૂચનો અને વિચારોને મહત્વ આપીને આગામી દિવસોમાં આયોજિત થનારા કાર્યક્રમો માટે માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. વિવિધ સમાજના પ્રતિનિધિઓએ પોતાના વિસ્તારોમાં લોકો સુધી પાર્ટીની નીતિઓ અને યોજનાઓ પહોંચાડવા માટે સહયોગ આપવાની તૈયારી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પાર્ટીના કાર્યકરો અને આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે સંગઠનની શક્તિ સમાજના દરેક વર્ગ સાથેના સક્રિય જોડાણમાં નિહિત છે. તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં સમાજને સ્પર્શતા કાર્યક્રમો દ્વારા લોકો સાથે વધુ મજબૂત જોડાણ સ્થાપિત કરાશે.બેઠકમાં પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારો તેમજ વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ આગેવાનોએ એકમત થઈને સંગઠનને વધુ ગતિશીલ બનાવવાના સંકલ્પ સાથે આગામી કાર્યક્રમોને સફળ બનાવવા માટે સહકાર આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.આ બેઠક દ્વારા ભાવનગર મહાનગરમાં ભાજપના સંગઠનાત્મક કાર્યને વધુ મજબૂત બનાવવા અને સમાજના તમામ વર્ગોને જોડવાના પ્રયાસોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT