
અમરેલી, 20 એપ્રિલ (હિ.સ.) : ધારી તાલુકા ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરસીયા જિલ્લા પંચાયત સીટ અને વીરપુર તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ચૂંટણીના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયાની પ્રેરણાદાયી ઉપસ્થિતિએ કાર્યકરોમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો.
સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, આગેવાનો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. ગોરધનભાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપની વિકાસમૂલક નીતિઓ અને જનહિતના કાર્યોને કારણે પ્રજામાં વિશ્વાસ મજબૂત બન્યો છે. તેમણે કાર્યકરોને ચૂંટણીમાં વધુ સક્રિય બનીને ઘર-ઘર સુધી પહોંચવાની અને પાર્ટીના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવાની અપીલ કરી હતી.
આ અવસરે સ્થાનિક આગેવાનો દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું અને સંગઠનને વધુ મજબૂત બનાવવાની વાત પર ભાર મૂકાયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ અને જીતનો વિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો હતો. આ વિજય વિશ્વાસ સંમેલન ભાજપ માટે ચૂંટણી પૂર્વે મજબૂત માહોલ ઊભો કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai