કપરાડા પાસે એલસીબીનો સપાટો: અશોક લેલન ટેમ્પોમાંથી ₹22.84 લાખનો વિદેશી દારૂ જપ્ત
વલસાડ, 20 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા પ્રોહિબિશન હેઠળ ગેરકાયદેસર દારૂના વ્યવહાર સામે કડક કાર્યવાહી હાથ ધરતાં કપરાડા વિસ્તારમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹22,84,976/- ના મુદ્દામાલ
વિદેશી દારૂનો જથ્થો તથા અશોક લેલન ટેમ્પો.


વલસાડ, 20 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા પ્રોહિબિશન હેઠળ ગેરકાયદેસર દારૂના વ્યવહાર સામે કડક કાર્યવાહી હાથ ધરતાં કપરાડા વિસ્તારમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ ₹22,84,976/- ના મુદ્દામાલ સાથે એક અશોક લેલન ટેમ્પો કબજે કર્યો છે, જ્યારે ટેમ્પો ચાલક ફરાર થતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

અધિકૃત સૂત્રોના જણાવ્યા મુજબ, સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ (IPS) તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા (IPS) ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન ગુનાઓ સામે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન એલસીબી વલસાડના પો.ઇન્સ્પેક્ટર શ્રી એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કપરાડા તાલુકાના દિક્ષલ-સુથરપાડા માર્ગ પર, નેશનલ હાઈવે નં. 848 ના વળાંક નજીક રેડ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન મરૂન રંગનો અશોક લેલન ટેમ્પો (રજી. નં. MH-20-EG-4911) મળી આવ્યો હતો.

તપાસ દરમ્યાન ટેમ્પોમાંથી તેમજ નજીક રાખેલા માલમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) — કુલ 122 બોક્સ, જેમાં 5232 બોટલ/ટીન (અંદાજે 1141.440 લીટર) — કિ.રૂ. 12,84,576/- નો જથ્થો મળી આવ્યો હતો. ઉપરાંત ₹10,00,000/- કિંમતનો ટેમ્પો અને ₹400 ના પ્લાસ્ટિક કેરેટ મળી કુલ ₹22,84,976/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસ ટીમ પહોંચે તે પહેલાં ટેમ્પો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ કપરાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી તેની ધરપકડ માટે શોધખોળ તેજ કરી છે. કબજે કરાયેલ મુદ્દામાલ વધુ તપાસ માટે કપરાડા પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સફળ કામગીરી પો.સ.ઈ. શ્રી જે.જી. વસાવા તથા સ્ટાફના અ.હે.કો. કનકસિંહ દયાતર, મહેન્દ્રભાઈ ગામીત, રજનીકાંત બારીઆ, ઓમપ્રકાશસિંહ રાજપૂત અને અ.પો.કો. નીતીનભાઈ ચૌધરી સહિતની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande