એએમએ દ્રારા ધ સ્લીપ સોલ્યુશન કામ યોર માઈન્ડ, સ્લીપ બેટર વિષય પર એક વેલનેસ ટોકનું આયોજન
અમદાવાદ,20 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા બુધવાર, 22 એપ્રિલના એએમએ કેમ્પસ ખાતે ધ સ્લીપ સોલ્યુશન: કામ યોર માઈન્ડ, સ્લીપ બેટર વિષય પર વેલનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા માઇન્ડ સેટ કોચ અને ઇન્ટરનેશનલ યુએસએ-સર્ટિફાઇ
એએમએ દ્રારા ધ સ્લીપ સોલ્યુશન કામ યોર માઈન્ડ, સ્લીપ બેટર વિષય પર એક વેલનેસ ટોકનું આયોજન


અમદાવાદ,20 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા બુધવાર, 22 એપ્રિલના એએમએ કેમ્પસ ખાતે ધ સ્લીપ સોલ્યુશન: કામ યોર માઈન્ડ, સ્લીપ બેટર વિષય પર વેલનેસ ટોકનું આયોજન કરવામાં આવ્યું છે.

જાણીતા માઇન્ડ સેટ કોચ અને ઇન્ટરનેશનલ યુએસએ-સર્ટિફાઇડ હિપ્નોથેરાપિસ્ટ જીગીષા પંડયા આ વેલનેસ ટોકને સંબોધશે અને મનને શાંત કરવા અને ગુણવત્તાયુક્ત ઊંઘમાં આવતા અવરોધો દૂર કરવા માટેની મનોવૈજ્ઞાનિક તકનીકો અને વ્યવહારુ ઉપાયો જણાવશે.

અત્યંત તણાવપૂર્ણ કોર્પોરેટ વાતાવરણ અને શૈક્ષણિક દબાણના આ યુગમાં, સારી ઊંઘ એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે એક મહત્વપૂર્ણ સ્તંભ બની ગઈ છે. આ કાર્યક્રમ ખાસ કરીને કોર્પોરેટ વ્યાવસાયિકો, યુવા સાહસિકો અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ છે, જેઓ ઊંઘ દ્રારા જીવનમાં બહેતર સંતુલન અને એકાગ્રતા મેળવવા માટે પ્રયત્નશીલ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande