વલસાડમાં પુસ્તક પરબના વાર્ષિક ઉત્સવે મતદાર જાગૃતિ માટે શપથવિધિ યોજાઈ
વલસાડ , 20 એપ્રિલ (હિ.સ.) વલસાડ ખાતે આવેલ મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલમાં પુસ્તક પરબ વલસાડના ચતુર્થ વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાન
વલસાડમાં યોજાયેલ પુસ્તક પરબના વાર્ષિક ઉત્સવે મતદાર જાગૃતિ માટે શપથ લેતા શિક્ષકો અને મહાનુભાવો.


વલસાડ , 20 એપ્રિલ (હિ.સ.) વલસાડ ખાતે આવેલ મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલમાં પુસ્તક પરબ વલસાડના ચતુર્થ વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર જાગૃતિ માટે વિશેષ શપથવિધિ યોજાઈ હતી.આ શપથવિધિ કાર્યક્રમ સ્વીપ મેનેજમેન્ટના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી ટંડેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ કવિ અને માનોચિકિત્સક ડો. મુકુલ ચોકસી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન આશરે 150 જેટલા શિક્ષકો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા અને મતદાનમાં સક્રિય ભાગ લેવા માટે શપથ લીધી હતી.આ પ્રસંગે વક્તાઓએ મતદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી મજબૂત બનાવવી જોઈએ. કાર્યક્રમ દ્વારા મતદાર જાગૃતિ માટે સકારાત્મક સંદેશ પ્રસર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande