જામનગરમાં ટીઆરબીના જવાનનો કાંઠલો પકડી કારચાલકનો હંગામો
જામનગર, 21 એપ્રિલ (હિ.સ.) : જામનગરના સુભાષબ્રિજ નજીક ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કર્મચારીનો કાંઠલો પકડી કાર ચાલકે અભદ્ર વ્યવહાર કર્યાનો કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. આરોપીને કાર સાઈડમાં ઊભી રાખવાનું કહેતા આરોપી ઉશેકરાયો જેની સામે ફરજમાં રૂકાવટનો ગુન
ફરિયાદ


જામનગર, 21 એપ્રિલ (હિ.સ.) : જામનગરના સુભાષબ્રિજ નજીક ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કર્મચારીનો કાંઠલો પકડી કાર ચાલકે અભદ્ર વ્યવહાર કર્યાનો કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે. આરોપીને કાર સાઈડમાં ઊભી રાખવાનું કહેતા આરોપી ઉશેકરાયો જેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો છે.

જામનગર જિલ્લા ટ્રાફિક શાખામાં ટ્રાફિક બ્રીગેડ તરીકે ફરજ બજાવતા મનદીપસિંહ મહાવીરસિંહ વાળાએ આરોપી સમીર ઝખરા (રહે-રવિપાર્ક, જામનગર) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયા અનુસાર તા.20/04/2026 ના રોજ શહેરના સુભાષબ્રીજ, કે.એમ સી.પાનની દુકાન પાસે નો પાર્કીગમાં ગાડી પાર્ક કરી આરોપી સમીર ઝખરા એ બેફામ વાણી વિલાસ કર્યો હતો.

આરોપીએ પોતાની અર્ટીગા કાર જેના રજી. નં જી.જે.10 ડી.જે.6545 ને પાર્કીગમાં રોડ પર વાહન ચાલકોને ચાલવામા અડચણરૂપ થાય તે રીતે રાખી હતી. આરોપી ફોરવ્હીલ કારમાં પેસેન્જર ભરતો હતો.

આથી ફરિયાદીએ કાર સાઇડમાં લેવાનુ કહ્યું હતું જો કે, આ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો એટલું જ નહી તેમનો કાઠલો પકડી ધકો માર્યો હતો અને ફરિયાદીની ફરજમાં રૂકાવટ કરી આરોપી નાશી છૂટ્યો હતો. જે મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande