પ્રામાણિકતા નું ઉદાહરણ: ચાણસ્મા એસટી કર્મચારીઓએ ખોવાયેલો મોબાઈલ પરત આપ્યો.
પાટણ, 21 એપ્રિલ (હિ.સ.)મહેસાણા એસટી વિભાગ હેઠળના ચાણસ્મા ડેપોની ચાણસ્મા–સુણસર–વામૈયા રૂટ પર એક પ્રામાણિકતાનો પ્રસંગ બન્યો. સુણસરથી ડેર ગામ જતા મુસાફર ભાવુજી વિનાજી ઠાકોરનો અંદાજે ₹23,000 કિંમતનો મોબાઈલ બસમાં પડી ગયો હતો. વામૈયા ગામે બસ હોલ્ટ દરમિય
પ્રામાણિકતા નું ઉદાહરણ: ચાણસ્મા એસટી કર્મચારીઓએ ખોવાયેલો મોબાઈલ પરત આપ્યો.


પાટણ, 21 એપ્રિલ (હિ.સ.)મહેસાણા એસટી વિભાગ હેઠળના ચાણસ્મા ડેપોની ચાણસ્મા–સુણસર–વામૈયા રૂટ પર એક પ્રામાણિકતાનો પ્રસંગ બન્યો. સુણસરથી ડેર ગામ જતા મુસાફર ભાવુજી વિનાજી ઠાકોરનો અંદાજે ₹23,000 કિંમતનો મોબાઈલ બસમાં પડી ગયો હતો.

વામૈયા ગામે બસ હોલ્ટ દરમિયાન કંડકટર વૃષ્ટિબેન ગૌસ્વામી અને ડ્રાઈવર મહેન્દ્રસિંહ ઠાકોરે બસમાં તપાસ કરતાં મોબાઈલ મળી આવ્યો. ત્યારબાદ ફોન પરથી સંપર્ક કરીને મુસાફરને જાણ કરવામાં આવી.

પછી ડેર ગામના ધારસિંહ ઠાકોરની હાજરીમાં મોબાઈલ તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો. ડ્રાઈવર મહેન્દ્રસિંહ ઠાકોર (બેઝ નં. 579) અને કંડકટર વૃષ્ટિબેન ગૌસ્વામી (બેઝ નં. 938)એ પોતાની ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande