
પાટણ, 21 એપ્રિલ (હિ.સ.)વાગડોદ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પાંચ ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત આપ્યા છે. આ ફોનની કુલ કિંમત ₹71,498/- છે, જેના કારણે અરજદારોને આર્થિક નુકસાનથી બચાવી શકાયા છે.
આ કામગીરી પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને ચિરાગ કોરડીયાની સૂચના હેઠળ હાથ ધરવામાં આવી હતી. સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના નેતૃત્વ હેઠળ અરજી પર કાર્યવાહી કરવામાં આવી.
પોલીસે CEIR પોર્ટલના ઉપયોગથી ટેકનિકલ એનાલિસિસ કરીને ગુમ થયેલા મોબાઈલ ફોન ટ્રેસ કર્યા હતા, જેના પરિણામે તમામ પાંચ ફોન સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા અને નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ