
પાટણ, 21 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલે યોજાશે, જેમાં મતદારો માટે નવી EVM પદ્ધતિ અમલમાં મુકાઈ છે. મતદારે વધુમાં વધુ 4 ઉમેદવારોને મત આપ્યા બાદ મત નોંધાવવા માટે અંતે પીળું બટન દબાવવું ફરજિયાત રહેશે. જો આ બટન દબાવવામાં નહીં આવે તો મતદાન નિષ્ફળ ગણાશે.
શહેરના 11 વોર્ડમાં કુલ 101 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને 1,08,999 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ બૂથ પર EVM મશીનો ગોઠવવામાં આવ્યા છે અને કર્મચારીઓને મતદાન પ્રક્રિયાનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત થાય.
EVM મશીનમાં 13 ઉમેદવારો માટે વાદળી બટન, એક NOTA બટન અને અંતે પીળું બટન આપવામાં આવ્યું છે. મતદારોને ભૂલ સુધારવાની પણ સુવિધા છે, જેમાં તેઓ ખોટો મત રદ કરી ફરી પસંદગી કરી શકે છે. આ નવી પદ્ધતિથી મતદાન અને પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ