
અમરેલી,21 એપ્રિલ (હિ.સ.) સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જંગ વચ્ચે સરંભડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત જનસંપર્ક અભિયાનને ગ્રામજનો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં કાર્યકરો અને આગેવાનો દ્વારા ઘરેઘર જઈ ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવ્યો હતો. ગામના દરેક ખૂણે ઉત્સાહ, ઉમંગ અને ભાજપ પ્રત્યેનો અડગ વિશ્વાસ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
આ અભિયાન દરમિયાન ગ્રામજનો સાથે આત્મીય મુલાકાત કરી વિકાસના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓમાં થયેલા વિકાસને લોકો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અનેક સ્થળોએ લોકોએ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરી આગામી ચૂંટણીમાં જીતનો સંકલ્પ કર્યો હતો.
કાર્યક્રમમાં કોશિક વેકારીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વધુ વિકાસકાર્યો હાથ ધરાશે.
સરંભડાની જનતા હવે વિકાસની ગતિને વધુ તેજ બનાવવા મક્કમ બની છે. આ ઉત્સાહ અને વ્યાપક જનસમર્થન સ્પષ્ટ કરે છે કે, આવનારી ચૂંટણીમાં ભાજપ માટે જીતનો માર્ગ મજબૂત બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai