
પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.) પોરબંદરના પૂર્વ સુધરાઇ સભ્યને ધમકી આપનાર માથાભારે શખ્શને ધરમપુર નજીક બાવળની ઝાડીઓમાંથી છરી સાથે પકડી લીધા બાદ પોલીસે વધુ એક ગુન્હો દાખલ કર્યો છે. પોરબંદરના પૂર્વ સુધરાઇ સભ્ય ભરત ઉર્ફે ભલા મુરુ મૈયારીયા અને તેની પુત્રીને ફોન ઉપર ધમકી આપવાના ગુન્હામાં સંડોવાયેલા મૂળ આશાપુરા ચોકના તથા હાલ અમદાવાદ વૈષ્ણોદેવી સરદારધામ પાસે વિવેક એપાર્ટમેન્ટમાં રહેતા મયુર ઉર્ફે મયલો સાડત્રીસ હરદાસ ઓડેદરાની પોલીસ શોધખોળ કરી રહી હતી ત્યારે ધરમપુરના પાટીયા પાસે બાવળની ઝાડીમાં દરોડો પાડીને એલ.સી.બી.એ તેને પકડી પાડયો હતો અને તેની પાસેથી 100 રૂા.ની છરી પણ મળી આવતા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ થયાનો ગુન્હો દાખલ કરીને કાર્યવાહી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya