જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 10 અને 14 માં ભાજપના ઉમેદવારો ટ્રસ્ટી હોવાથી બે મતદાન મથકો બદલવા પડ્યાં
જામનગર, 21 એપ્રિલ (હિ.સ.) : જામનગર ભાજપાના ત્રણ ઉમેદવારો જે તે જ્ઞાતિના ટ્રસ્ટી હોવાને ચુંટણીની પ્રક્રિયાની પારદર્શિતા અને મુક્ત ન્યાયિક ચુંટણીના ચુંટણી પંચના નિયમો મુજબ જામનગરમાં વોર્ડ નંબર-10 અને 14માં ટ્રસ્ટની જગ્યામાં આવેલા બે મતદાન મથકોને નજીક
ભાજપ


જામનગર, 21 એપ્રિલ (હિ.સ.) : જામનગર ભાજપાના ત્રણ ઉમેદવારો જે તે જ્ઞાતિના ટ્રસ્ટી હોવાને ચુંટણીની પ્રક્રિયાની પારદર્શિતા અને મુક્ત ન્યાયિક ચુંટણીના ચુંટણી પંચના નિયમો મુજબ જામનગરમાં વોર્ડ નંબર-10 અને 14માં ટ્રસ્ટની જગ્યામાં આવેલા બે મતદાન મથકોને નજીકની સરકારી અને ટ્રસ્ટની શાળામાં બદલવામાં આવ્યા હોવાની માહિતી જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચુંટણી અધિકારી પી. બી. પંડ્યાએ આપી હતી.

મતદાન મતદાન મથક-24માં આવતા આનંદભુવન, ઉપલીફળીથી ગિરધારી મંદિરથી ભોયવાડા સુધીમાં આવતા-ટીંબાફળી, ભગ ફળી, કુંભારવાડા, ધુંવાવનાકા, મોટા આશાપુરા, હરિયંત એપાર્ટમેન્ટ, સુમંગલમ એપાર્ટમેન્ટ, જુની નિશાળવાળી ડેલી, વાલ્મિકી વાસ, મ્યુ. બાલમંદિર પાછળનો ભાગ, મલનો ડેલો, કોલસાની ડેલી, રાયણ ફળીસુયાણી ફળી વિસ્તારના 1065 મતદારોને હવે ખેતાભગત પ્રા. શાળા રૂમ નંબર-1માં અને આ જ રીતે ભોય જ્ઞાતિની જગ્યાના બીજા બુથ નંબર-26ના વિસ્તારમાં આવતા મોચીસારના કુંડલીયા ફળી, મોચીસાર, કોળીવાડ, પંજાશેરી, પીપળાવાળી ડેલી, રામદેવ મંદિર, સિધ્ધનાથ ફળી વિસ્તારના 1138 મતદારોએ પણ ખેતગત પ્રા. શાળામાં રૂમ નંબર-રમાં મતા કરવાનું રહેશે.

વોર્ડ-14માં કચ્છીવાનુશાળી જ્ઞાતિ સંસ્થાના બે ટ્રસ્ટી ખુદ ઉમેદવાર હોવાથી જ્ઞાતિ સંસ્થાના બુથાર 4ને નજીકની ઓધવદીપ શાળારૂમ નંબર-3માં તબદીલ કરાયું છે. 1 ભાનુશાળી પરા દિગ્વિજય પ્લોટ, બાળ સ્મશાન, ભાનુશાળી પરા-1, 2 વિશ્રામવાડી પાછળ ભાનુશાળી વાડી પાસેના, ભાનુશાળી -5, ઉદ્યોગનગર મેઈન રોડ ઝુંપડાડ, પ્લોટ-49ના, શિવનગર-2 ના પાણા ખાણ, સોનલમાંના મંદિર, હનુમાન ટેકરીના તેમજ હિંગળાજ ચોક મેઈન રોડના 1062 મત્રોએ ઓધવદીપ શાળામાં મતદાન કાનું રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande