
વલસાડ , 21 એપ્રિલ (હિ.સ.) વલસાડ તાલુકાના ગુંદલાવ રામનગર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય સંગીતાકુમારી પપ્પુમાલાકાર રહસ્યમય પરિસ્થિતિમાં ગુમ થવાના બનાવે ચિંતા વ્યાપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંગીતાકુમારી તા. 09/04/2026ના રોજ સવારે અંદાજે 8:00 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા દરમિયાન પોતાના નિવાસસ્થાનેથી કોઈને જાણ કર્યા વગર અજાણ્યા કારણસર ક્યાંક ચાલી ગઈ હતી.
પરિવારજનોએ તમામ જગ્યાએ શોધખોળ કર્યા છતાં તેમની કોઈ માહિતી મળી નથી અને તેઓ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી. ગુમ થયેલી મહિલાનું વર્ણન મુજબ તેઓ મજબૂત બાંધાના, ઘઉંવર્ણ અને અંદાજે 5 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ઘટનાના દિવસે તેમણે બ્લ્યુ કલરની સાડી પહેરેલી હતી અને તેઓ હિન્દી ભાષા જાણે છે.
આ બનાવ અંગે વલસાડ સીટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિને આ મહિલાની માહિતી મળે તો તેઓએ વલસાડ સીટી પોલીસ સ્ટેશનના મોબાઇલ નંબર 7990560988 અથવા પોલીસ કંટ્રોલ રૂમ નંબર 02632-253333 / 242900 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. તેમજ sp-val@gujarat.gov.in પર ઈ-મેઈલ દ્વારા પણ માહિતી આપી શકાય છે.
પોલીસે નાગરિકોને સહકાર આપવા અનુરોધ કર્યો છે જેથી મહિલાને વહેલી તકે શોધી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha