કલેકટર કચેરીની કેન્ટીનના વીજબીલ ભરપાઇ કરવા સૂચના.
પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.)પોરબંદરની કલેકટર કચેરીની કેન્ટીનના વીજબીલ ભરપાઇ કરવા સૂચના આપવામાં આવી છે. આર.ટી.આઇ. એકટીવિસ્ટ એ.સી. ત્રાંબડીયાએ કરેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે પોરબંદરના કલેકટરની કચેરી ખાતે કેન્ટીનનો કોન્ટ્રાકટ ચોકકસ શરતોને આધિન આપવામાં
કલેકટર કચેરીની કેન્ટીનના વીજબીલ ભરપાઇ કરવા સૂચના.


પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.)પોરબંદરની કલેકટર કચેરીની કેન્ટીનના વીજબીલ ભરપાઇ કરવા સૂચના આપવામાં આવી છે.

આર.ટી.આઇ. એકટીવિસ્ટ એ.સી. ત્રાંબડીયાએ કરેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે પોરબંદરના કલેકટરની કચેરી ખાતે કેન્ટીનનો કોન્ટ્રાકટ ચોકકસ શરતોને આધિન આપવામાં આવ્યો હતો પરંતુ જાણી જોઇને સરકારી કચેરીને આર્થિક નુકશાન પહોંચાડવાના હેતુ સાથે અધિકારીએ કોન્ટ્રાકટની શરત પ્રમાણે વીજબીલ ભરપાઇ કરાવવા માટેની કાર્યવાહી કરી ન હતી તેથી અધિક સચિવને ફરિયાદ કરીને અરજદારે આક્ષેપ કરી જણાવ્યુ હતુ કે આર.ટી.આઇ.માં માંગેલી વિગતમાં માહિતી બહાર આવી છે.

જેમાં સ્પષ્ટ જણાવાયુ છે કે કેન્ટીન ચલાવવા માટે જરૂરી ઇલેકટ્રીક ચાર્જ કોન્ટ્રાકટરે ભોગવવાનો રહેશે છતાં સરકારી વીજપાવરનો ઉપયોગ કરવા દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી કલેકટર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. અંતે કલેકટર ધાનાણીએ લેખિતમાં એવુ જાહેર કર્યુ છે કે શ્રીનાથજી સખી મંડળને ટેન્ડરની કમીટીની બેઠકમાં નકકી થયા મુજબ બાકી વીજબીલ ભરવા માટે જાણ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande