જમીન પચાવી પાડવાના ગુન્હામાં વધુ એક આરોપી ઝડપાયો.
પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના રાણાવાવ ખાતે જમીન પચાવી પાડવાના ગુન્હામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લાના નાસતા
જમીન પચાવી પાડવાના ગુન્હામાં વધુ એક આરોપી ઝડપાયો.


પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના રાણાવાવ ખાતે જમીન પચાવી પાડવાના ગુન્હામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સુચના આપેલ હોય.જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 ની કલમ 4(1)(2)(3) તથા 5(ગ) તથા ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ ૫૪ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.જી.ડાંગર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના માણસો ઉપરોકત ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સતત યત્નશીલ હતા તે દરમ્યાન રાણાવાવ સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલ હકિકત આધારે ઉપરોકત ગુન્હાના આરોપી દેવાભાઇ ગોગનભાઇ ગરચરને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande