જામનગરના કાલાવડમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાળક સહિત બેનો જીવ લેનાર કાર ચાલક ઝડપાયો
જામનગર, 21 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે સર્જાયેલા એક ગોઝારા અકસ્માતે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. કાલાવડ માર્કેટીંગ યાર્ડ સામે આવેલા રસના ચીચોડા પાસે ઉભેલા પરિવાર પર એક બેફામ સ્વીફટ ડીઝાયર કારના ચાલકે
અકસ્માત


જામનગર, 21 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે સર્જાયેલા એક ગોઝારા અકસ્માતે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. કાલાવડ માર્કેટીંગ યાર્ડ સામે આવેલા રસના ચીચોડા પાસે ઉભેલા પરિવાર પર એક બેફામ સ્વીફટ ડીઝાયર કારના ચાલકે કાર ચડાવી દેતા બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. અકસ્માત બાદ કાર ચાલક વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તા. ૨૦ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ વહેલી પરોઢે આશરે ૦૨:૧૫ વાગ્યાના સુમારે કાલાવડ માર્કેટીંગ યાર્ડની સામે રસના ચીચોડા પાસે કેટલાક લોકો ઉભા હતા. આ સમયે સ્વીફટ ડીઝાયર કાર રજી. નંબર જીજે-૧૦-ડીએ-૨૭૪૫ ના ચાલકે અત્યંત પુરઝડપે અને ગફલતભરી રીતે ગાડી ચલાવીને આગળ જતી બસને ડાબી બાજુના કાચા રસ્તા પરથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ચાલકને જાણ હતી કે આગળ સ્પીડ બ્રેકર છે અને ત્યાં લોકો બેઠા છે, તેમ છતાં બેદરકારીપૂર્વક તેણે ગાડી ચીચોડા પાસે ઉભેલા લોકો પર ચડાવી દીધી હતી.

આ અકસ્માતમાં કીર્તીબેન હરીભાઇ ચાનપા (ઉ.વ.૪૭) અને અયાન અસરફભાઇ ઠાસરીયા (ઉ.વ.૧૩) ને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ઉપરાંત, ફરિયાદીના પિતા હરીભાઇ હાડાભાઇ ચાનપા (ઉ.વ.૫૪) ને માથાના ભાગે અને અસરફભાઇ ઠાસરીયાને પગમાં ગંભીર ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ કાલાવડ ટાઉન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયાની સૂચનાથી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ કાર ચાલક પ્રકાશ નારણભાઇ તુલસીને ઝડપી લેવાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande