જામનગરમાં ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને સ્વચ્છતાના અભાવ સહિતના મુદ્દે બ્લોક કરતી મહાનગરપાલિકા
જામનગર, 21 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં સરૂ સેક્શન રોડ ઉપર આવેલી બ્લીંકીટ કોમર્શિયલ પ્રાઈવેટ લીમીટેડ નામની ફુડ સપ્લાય ચેઈન પેઢીમાં આવેલા કોલ્ડ સ્ટોરેજ કમ ડિલીવરી પોઈન્ટમાં કોર્પોરેશનના ફુડ સેફ્ટી અધિકારીઓએ તા.18 એપ્રિલના રોજ ચેકીંગ કરતાં નોનવેજ અને
બ્લીન્કીટ ફૂડ સપ્લાય ચેઇન


જામનગર, 21 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં સરૂ સેક્શન રોડ ઉપર આવેલી બ્લીંકીટ કોમર્શિયલ પ્રાઈવેટ લીમીટેડ નામની ફુડ સપ્લાય ચેઈન પેઢીમાં આવેલા કોલ્ડ સ્ટોરેજ કમ ડિલીવરી પોઈન્ટમાં કોર્પોરેશનના ફુડ સેફ્ટી અધિકારીઓએ તા.18 એપ્રિલના રોજ ચેકીંગ કરતાં નોનવેજ અને વેજની વસ્તુઓને જુદી રાખેલી જોવા ન મળી હોવાની ગંભીર બાબત સામે આવેલી હતી.

ઉપરાંત પેઢીમાં અંદર આરોગ્યપ્રદ સ્થિતિ ન જોવા મળતાં અધિકારીઓએ નોટીસ આપ્યા બાદ ગઇકાલે ફરી તપાસ કરીને પેઢીની સ્થિતિ સુધરે નહીં, લાયસન્સ રજુ ન કરે ત્યાં સુધી ખાદ્યપદાર્થોની સપ્લાયની કામગીરી બંધ કરાવી છે.

શહેરમાં સરૂ સેક્શન રોડ ઉપર આવેલી બ્લીંકીટ પેઢીમાં કોલ્ડ સ્ટોરેજમાં ચીકન આઈસક્રિમ, પનીર, ગ્રીન બીન્સ જેવી પ્રોડક્ટ જેવી વેજ વસ્તુઓના સંપર્કમાં આવે, તે રીતે રખાયેલું હોવાની નોંધ સાથે કોર્પો.ની ફુડ શાખાએ તા.18મીએ અધિકારીઓએ રોજકામ કરીને નોટીસ આપી હતી. જેમાં ત્યાર બાદ આજે ફુડ સેફ્ટી અધિકારીઓ દશરથભાઈ પરમાર અને નિલેશભાઈ જાસોલીયાએ સ્થળની પુનઃ મુલાકાત લીધી હતી.

જે અંગે તેઓએ જણાવ્યું હતું કે, અમે બે દિવસ પહેલા મુલાકાત લીધી હતી અને કોલ્ડરૂમમાં વેજ-નોનવેજ આઈટમોનું કોઈ જાતનું સેપરેશન જોવા મળ્યું ન હતું. તેથી અમે પેઢીને નોટીસ આપી હતી અને તેના અનુસંધાને ગઇકાલે ફરી રૂબરૂ તપાસ કરતાં નોટ ફોર સેલ યોગ્ય રીતે નહોતું દર્શાવેલું, આરોગ્યપ્રદ સ્થિતિની કે પેસ્ટ ક્નટ્રોલની કોઈ વ્યવસ્થા નહોતી કરેલી.

આથી હાઈજીનિક કન્ડિશન અને વેચાણની શરતો પુર્ણ થતી ન હોવાથી આજે અમે પેઢીમાં કોઈ પણ ઓનલાઈન વેચાણ સ્થગિત કરાવ્યું છે. તેમજ જ્યાં સુધી તેઓનું લાયસન્સ તૈયાર ન થાય અને કોર્પોરેશનની ફુડ શાખામાં રજુ ન કરે ત્યાં સુધી પેઢી બંધ રહેશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande