
પોરબંદર, 21 એપ્રિલ (હિ.સ.)બોખીરાની દ્વારકાપુરી સોસાયટીમાં બાઇક સળગાવી નાખવામાં આવતા મજૂરીકામ કરતા યુવાને અજાણ્યા ઇસમોના કારસ્તાન અંગે ઉદ્યોગનગર પોલીસને જાણ કરી હતી.
બોખીરાની દ્વારકાપુરી સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરતા પીયુષ ભનુભાઇ રુદરીયાએ ઉદ્યોગનગર પોલીસમાં એવુ જાહેર કર્યું છે કે તા.20-4 ના તેણે પોતાનું બાઇક પોતાના ઘર પાસે પાર્ક કર્યુ હતુ અને રાત્રે 12:10થી 12:40 દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમોએ પીયુષનું બાઇક ત્યાંથી લઇને સોસાયટીના જનરલ પાર્કિંગ પાસે લઇ ગયા હતા અને ત્યાં સળગાવી નાખ્યુ હતુ.બોખીરા વિસ્તારમાં દ્રારકાપુરી સોસાયટીમા રહેતા પિયુષ ભનુભાઇ રૂદરીયાનુ મોટરસાયકલનં- GJ 25 H 945અજાણ્યા શખ્સો ઘર પાસેથી લઇ જઈ અને પાર્કિગમા બાઈકને આગ ચાંપી દીધાની ફરીયાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે.સમગ્ર મામલે ઉદ્યોગનગર પોલીસ તપાસ ચલાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya