

અમદાવાદ,26 એપ્રિલ (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે અમદાવાદના નારણપુરા વોર્ડમાં મતદાન કર્યુ છે. અમિત શાહ સાથે તેમના પત્ની અને પુત્ર અને આઈસીસી ચેરમેન જય શાહે પણ મતદાન કર્યુ છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા મતદાન વચ્ચે પણ પોતાનો મત આપવા અમદાવાદ આવ્યા હતા.
રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે 11 નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યુ છે. રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.
આજે 26મી એપ્રિલના રોજ ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે ચૂંટણી માટે મતદાન યોજાશે.
આ ચૂંટણીનું પરિણામ 28મી એપ્રિલ એટલે કે મંગળવારના રોજ આવવાનું છે.
અમદાવાદના અનેક મતદાન મથકો પર યુવાનોના જૂથો જોવા મળ્યા છે. કેટલાક યુવાનો તો ગ્રુપમાં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની પણ અપીલ કરી છે.
આ વખતનો ચૂંટણીપ્રચાર સામાન્ય કરતાં વિશેષ રહ્યો હતો તેમાં ઘણી બધી બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચ્યાં હતા. ત્યારે કેટલાક વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન સત્તા પક્ષનો લોકો દ્વારા વ્યાપક વિરોધ પણ જોવા મળ્યો હતો. ચૂંટણી પહેલાં જ ગુજરાતની ત્રણ નગરપાલિકા, કડી, ઊના અને ગણદેવી ભાજપે જીતી લીધી હતી.
રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી સાથે 11 નગરપાલિકાઓની પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યુ છે. રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે. તો બીજી બાજુ આજે ગરમીનો પારો વધવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.
વિશ્વવિખ્યાત યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપા મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ ઉત્સાહભેર મતદાન કર્યું છે. લોકશાહીના મહાપર્વ નિમિત્તે આજે સમગ્ર રાજ્યમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે, પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો. યાત્રાધામ વીરપુરમાં બાપાના આશીર્વાદ સાથે ગ્રામજનો અને ભાવિકોમાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ મતદાન કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોને મતદાન કરવાની અપીલ કરી છે. મતદાન કરીને તેમણે જણાવ્યુ કે, બપોરના 12:00 વાગ્યા સુધીમાં જંગી મતદાન થશે. આજના મતદાનમાં વાતાવરણ સારું છે, લોકોનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ