સ્ટાફના અભાવે વિકલાંગ પત્ની બિમાર પતિની વ્હીલચેયર ખેંચવા મજબૂર બની
સુરત, 29 એપ્રિલ (હિ.સ.) પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ બેદરકારી તેમજ જુદા જુદા વિવાદોને લઈને હમેશા ચર્ચામાં રહે છે.અહીં દર્દીઓને સારવાર તો મળેજ છે પરંતુ તે પહેલા તેમણે અનેક યાતનાઓ અને તકલીફોનો સામનો પણ કરવું પડે છે.ત્યારે વધુ એક વખત તંત
સ્ટાફના અભાવે વિકલાંગ પત્ની બિમાર પતિની વ્હીલચેયર ખેંચવા મજબૂર બની


સુરત, 29 એપ્રિલ (હિ.સ.) પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ બેદરકારી તેમજ જુદા જુદા વિવાદોને લઈને હમેશા ચર્ચામાં રહે છે.અહીં દર્દીઓને સારવાર તો મળેજ છે પરંતુ તે પહેલા તેમણે અનેક યાતનાઓ અને તકલીફોનો સામનો પણ કરવું પડે છે.ત્યારે વધુ એક વખત તંત્રની નિષ્ઠુરતા અને મોટી મોટી વાતો વચ્ચે અવ્યવસ્થાઓ સામે આવી છે.દ્રશ્ય એવા હતા કે સામાન્ય માણસને પણ દયા આવી રહી હતી.એક પગે વિલાંગાવતા ધરાવતી મહિલા જાતે જ ઓપરેશન બાદ પાટા સાથે પતિને વ્હીલ ચેયર ઉપરખેંચીને લઇ જઈ રહી હતી.એક બાજુ પગના ઓપરેશનના લીધે મજબુર પતિ જાતે ચાલી નહીં શકતો હતો જયારે પતિની મદદ માટે વિકલાંગ પત્ની બહુજ દયનિય હાલતમાં જાતે જ વ્હીલ ચેર ખેંચી રહી હતી.એટલું જ નહિ આ દ્રશ્યો હોસ્પિટલમાં હાજર સ્ટાફ જોઈ રહ્યો હતો છતાં કોઈ વ્હીલ ચેર ખેંચવા કે મદદ કરવા આગળ સુદ્ધા આવ્યો નથી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના વરાછા ખાતે આવેલ હરિઈચ્છા સોસાયટીમાં રહેતો પ્રેમનાથ પાલ લગભગ એક મહિના પહેલા પડી જવાને કારણે એક પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો,જ્યાં પગના ઓપરેશન બાદ રજા આપી દેવામાં આવી હતી.પ્રેમનાથે જણાવ્યું હતું કે પગમાં સળિયા નાખેલા હોવાથી અને પટ્ટો ખોલાવવાનું હોવાથી આજે સવારે સ્મીમેર હોસ્પિટલમાં હાડકા વિભાગની ઓપીડીમાં આવ્યો હતો. તેની સાથે પત્ની કમલેશ અને ભાણેજ પણ હતા.સવાર તેઓ રિક્ષામાં આવ્યા હતા અને ઇમરજન્સી વિભાગ ઉતર્યા બાદ ત્યાંથી ઓપીડીમાં ગયા હતા અને ત્યાંથી તેમને એક્ષ-રે કરાવવા માટે મોકલવામાં આવ્યા હતા.એક્સ-રે બાદ તેમને ફરીથી હાડકા વિભાગની ઓપીડીમાં જવાનું હતું.તેઓ જાતે ચાલી નહીં શકતા જેને કારણે વ્હીલ ચેયર પર હતા,પરંતુ પરિસ્થિતિ એવી હતી કે તેમની વ્હેલ ચેયર ખેંચીને ઓપીડીમાં લઇ જવા માટે કોઈ સ્ટાફ તેમની સાથ હાજર નહીં હતું આ વિકટ પરિસ્થિતિઓમાં એક પગથી વિલાંગ પત્ની કમલેશ જાતે વ્હેલ ચેયર ખેંચવા લાગી હતી.

જયારે ભાણેજ આગળથી પગ પકડીને ચાલતો હતો.દ્રશ્ય બહુજ દયનિય હતા કારણ કે વિકલાંગ પત્નીને ચાલવામાં તકલીફ હોવા છતાં તેઓ તકલીફોનો સામનો કરીને બહુ જ દયનિય સ્થિતિમાં પતિની વ્હીલ ચેયર ખેંચી રહી હતી.એક્સ -રે વિભાગથી લઈને હાડકા વિભાગની ઓપીડી સુધી તેઓ પતિને વ્હેલ ચેયર ઉપર ખેંચીને લઈ જતા દેખાયા હતા.આ ઓછું હતું કે એક્સરે થી લઈને હાડકાની ઓપીડીના અંતર વચ્ચે હાજર અન્ય સ્ટાફની તેમની ઉપર નજર પડી રહી હતી છતાં કોઈ તેમની મદદ માટે આગળ આવ્યું નહીં.આ દ્રશ્યો જોયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તંત્ર દવારા ફક્ત મોટી મોટી વાતો કરવામાં આવે છે જોકે ગ્રાઉંડ રિયાલિટી કંઈક જુદી જ છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande