ટેમ્પો ડ્રાઈવર સહિત ત્રણ ઇસમ પર જીવલેણ હુમલો કરતાં ચકચાર
સુરત, 29 એપ્રિલ (હિ.સ.) શહેરના વેસુ વિસ્તારમાં મધરાતે એક ગેંગ દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલાના બનાવે વેસુ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. જલારામ મંદિર સામે આવેલા એસ.એમ.સી. ક્વાર્ટર્સ પાસે થયેલા આ બનાવમાં ટેમ્પો ડ્રાઈવર સહિત ત્રણ લોકોને ચપ્
ટેમ્પો ડ્રાઈવર સહિત ત્રણ ઇસમ પર જીવલેણ હુમલો કરતાં ચકચાર


સુરત, 29 એપ્રિલ (હિ.સ.) શહેરના વેસુ વિસ્તારમાં મધરાતે એક ગેંગ દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલાના બનાવે વેસુ વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. જલારામ મંદિર સામે આવેલા એસ.એમ.સી. ક્વાર્ટર્સ પાસે થયેલા આ બનાવમાં ટેમ્પો ડ્રાઈવર સહિત ત્રણ લોકોને ચપ્પુ અને કુહાડી જેવા પ્રાણઘાતક હથિયારો વડે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. પોલીસે આ મામલે આઠ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વેસુ એસ.એમ.સી. ક્વાર્ટર્સ ખાતે રહેતા ટેમ્પો ચાલક શની ધર્મા ગૌસ્વામી સહિત અન્ય રહિશો પર 28 એપ્રિલના રોજ રાત્રે અંદાજે 12.15થી 12.30 દરમિયાન હુમલો થયો હતો. ધાતક હથિયારો સાથે આવેલા અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પંકયા સેધાન, આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી, પ્રથમ દાભોલકર, તરૂણ પાનપાટીલ, મયુર બાવિસકર, તુષાર ઉર્ફે તુતલી અને રાકેશ મોહિતે ઉર્ફે બાલા નામના આરોપીઓ સુલતાન નામના વ્યક્તિને શોધવા માટે આમ્બેડકર નગર-1 વિસ્તારમાં આવ્યા હતા.

આ દરમિયાન રહિશો સાથે સામાન્ય બોલાચાલી થતાં જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. આવેશમાં આવી આરોપીઓએ બોબી નામના યુવક સાથે કોઈ કારણ વિના ઝઘડો કરી ચપ્પુ વડે શરીરના અલગ અલગ ભાગોમાં આશરે ચાર જેટલા ગંભીર ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ રાહુલ રાજુભાઈ બૈસાણે અને સંતોષ આનંદ જગદેવને પણ ચપ્પુ અને કુહાડી વડે ઈજાઓ પહોંચાડી હતી. શની ગૌસ્વામીને પણ ગંભીર રીતે ઈજા પહોચી હતી.

આરોપી આ બનાવ દરમિયાન આરોપીઓએ એકસાથે મળીને સમાન ઈરાદાથી હુમલો કરી વિસ્તારના લોકોને ભયભીત કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે વેસુ પોલીસે શની ગૌસ્વામીની ફરિયાદ લઈ આરોપીઓ સામે હત્યાની કોશિષ સહિતનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande