નવ વર્ષથી લિંબાયત પોલીસને હંફાવનાર આરોપી ઝડપાયો
સુરત, 29 એપ્રિલ (હિ.સ.) : હત્યા, મારામારી સહિતના સતત વધી રહેલા અપરાધોને કારણે ગુનાખોરીના ગઢ બની રહેલા લીંબાયત વિસ્તારમાં ગુનેગારો અને અસામાજિક તત્વો કાયદા વ્યવવસ્થાની ધજીયા ઉડાડી રહ્યા છે. દરમ્યાન મારામારીના ગુનામાં છેલ્લા 9 વર્ષથી પોલીસને હંફાવનાર
Arrest


સુરત, 29 એપ્રિલ (હિ.સ.) : હત્યા, મારામારી સહિતના સતત વધી રહેલા અપરાધોને કારણે ગુનાખોરીના ગઢ બની રહેલા લીંબાયત વિસ્તારમાં ગુનેગારો અને અસામાજિક તત્વો કાયદા વ્યવવસ્થાની ધજીયા ઉડાડી રહ્યા છે. દરમ્યાન મારામારીના ગુનામાં છેલ્લા 9 વર્ષથી પોલીસને હંફાવનારા આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો હતો અને 9 વર્ષ પહેલા નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી હોટલ ઉપર છુટ્ટા પૈસા બાબતે ઝગડો કરી પિતા પુત્ર ઉપર લાકડા વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો હતો.

લીંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી. ચૌહાણ નાઓની સુચના તથા દેખરેખ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ કે.એચ.ચૌધરી તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્ક-આઉટ કરતા હતા. તે દરમ્યાન ટેકનીકલ વર્ક-આઉટ કરી હ્યુમન રીસોર્સ આધારે બાતમી મેળવી મારામારીના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસતા-ફરતા આરોપી ઇમરાન ખુરશીદ અહમદ અંસારીને ઝડપી પાડયા હતા.ત્યાર બાદ પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગત તારીખ 20/1/2017 ના રોજ એટલે કે 9 વર્ષ પહેલા આરોપીઓ ઇમરાન ખુરશીદ અહમદ અંસારી,સરવર અજીજુદિન શૈખ તથા મહમદ સોહિલ મહમદ એજાજ સિદીકીનાઓ ગ્રાહક બનીને મદીના મસ્જિદ પાસે આવેલ હોટલ ગરીબ દરબાર ખાતે જમવાનું પાર્સલ લેવા માટે ગયા હતા ત્યારે હોટલ ઉપર હાજર મહમદ ઇલ્યાસ ઇકબાલ રંગરેજ સાથે છુટા પૈસા બાબતે ઝગડો કરી મહમદ ઇલ્યાસ અને તેમના પુત્ર અબ્દુલ કાદિરને ગાળો આપી લાકડાનો ફટકો લાવી મહંમદ ઇલ્યાસ અને તેમના પુત્ર અબ્દુલ કાદિર ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા.આરોપી ઈમરાન અંસારી સામે લીંબાયત પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોંધવામાં હતો પરંતુ છેલ્લા 9 વર્ષથી આરોપી પોલીસને ચકમો આપી આપી રહયો હતો જોકે આખરે પોલીસે તેને દબોચી લીધો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande