વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - દક્ષિણ ગુજરાતમાં GIFT સિટીની ગ્લોબલ ફાઇનાન્સ અને GCC તકો પર ખાસ ઝલક
ગાંધીનગર, 29 એપ્રિલ (હિ.સ.) ગુજરાત સરકાર અને ગિફ્ટ સિટીના સહયોગથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાત અંતર્ગત 1 અને 2 મે, 2026ના રોજ ઑરો યુનિવર્સીટી ખાતે ઉચ્ચ પ્રભાવશાળી સેમિનાર અને કોન્ક્લેવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - દક્ષિણ ગુજરાતમાં GIFT સિટીની ગ્લોબલ ફાઇનાન્સ અને GCC તકો પર ખાસ ઝલક


ગાંધીનગર, 29 એપ્રિલ (હિ.સ.) ગુજરાત સરકાર અને ગિફ્ટ સિટીના સહયોગથી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાત અંતર્ગત 1 અને 2 મે, 2026ના રોજ ઑરો યુનિવર્સીટી ખાતે ઉચ્ચ પ્રભાવશાળી સેમિનાર અને કોન્ક્લેવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા ગિફ્ટ સિટીને ભારતના પ્રથમ કાર્યરત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) તેમજ ફાઇનાન્સ, ફિનટેક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) માટે વૈશ્વિક હબ તરીકે રજૂ કરવામાં આવશે.

“ગિફ્ટ સિટી: ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ગેટવે ઓફ ઇન્ડિયા” પર સેમિનાર

“ગિફ્ટ સિટી: ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ગેટવે ઓફ ઇન્ડિયા” શીર્ષક પર એક સેમિનાર 1 મે 2026 ના રોજ યોજાશે. સેમિનારમાં સરકાર અને ગિફ્ટ સિટીના વરિષ્ઠ નેતાઓ સંજય કૌલ, IAS, MD અને ગ્રુપ CEO, ગિફ્ટ સિટી અને પ્રખ્યાત ઉદ્યોગપતિઓના નેતૃત્વમાં ઉદ્ઘાટન સત્ર યોજાશે. આ સમૂહ ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક નાણાકીય ઇકોસિસ્ટમ તરીકે સ્થાન આપવાના રાજ્યના વિઝનને પ્રકાશિત કરશે.

બેંકિંગ, ફંડ મેનેજમેન્ટ, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ, નિયમનકારી સંસ્થાઓ અને પ્રોફેશનલ સર્વિસ કંપનીઓના નિષ્ણાતોની ઉપસ્થિતિમાં યોજાનારી પેનલ ચર્ચામાં GIFT IFSCમાં ક્રોસ-બોર્ડર ફાઇનાન્સ, મૂડી બજારો, સંપત્તિ સર્જન અને રોકાણની તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સાથે જ અગ્રણી નાણાકીય સંસ્થાઓ દ્વારા પ્રેક્ટિકલ ઇન્સાઇટ્સ અને કેસ સ્ટડીઝ પણ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને ગિફ્ટ સિટી દ્વારા ગુજરાત GCC કોન્ક્લેવ

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ગુજરાત સરકાર અને ગિફ્ટ સિટી દ્વારા સંયુક્ત રીતે આયોજિત ગુજરાત GCC કોન્ક્લેવ પણ 1 મે 2026 ના રોજ યોજાશે. આ કોન્ક્લેવ ગુજરાતની GCC નીતિ (2025-30) અને ગિફ્ટ સિટી ખાતે આગામી પેઢીના વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોના વિસ્તરતા ઇકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગુજરાત સરકાર અને ગિફ્ટ સિટીના વરિષ્ઠ અધિકારીઓ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) ના આયોજન માટે ગિફ્ટ સિટીની એન્ડ-ટુ-એન્ડ તૈયારી પર પ્રકાશ પાડશે, જેમાં સક્ષમ નીતિઓ, ભવિષ્ય માટે તૈયાર માળખાગત સુવિધાઓ, કુશળ કાર્યબળની ઉપલબ્ધતા અને વ્યવસાયમાં સરળતા લાવવાના સુધારાઓનો સમાવેશ થાય છે. આ પછી અગ્રણી સંસ્થાઓના CEO, CXO અને કાર્યકારી વડાઓ સાથે ઉદ્યોગ-આગેવાની હેઠળ રાઉન્ડ ટેબલ ચર્ચા થશે.

VGRC – દક્ષિણ ગુજરાત અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમો ઉદ્યોગજગતના નેતાઓ, નાણાકીય સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને GCC પ્રતિનિધિઓને એક મંચ પર લાવશે. આ માધ્યમથી ગિફ્ટ સીટીને ભારતના વૈશ્વિક ફાઇનાન્સ અને GCC ક્ષેત્રના પ્રવેશદ્વાર તરીકે વધુ મજબૂતી મળશે તેમજ ગુજરાતના વૈશ્વિક આર્થિક નેતૃત્વને નવી દિશા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande