વિજય છે વિશ્વાસનો નારા સાથે ચિત્તલમાં ભાજપની ભવ્ય વિજય રેલી, મંત્રી કોશિક વેકારીયા ઉપસ્થિત
અમરેલી, 29 એપ્રિલ (હિ.સ.) : ચિત્તલ જિલ્લા પંચાયત સીટના જીતેલા ઉમેદવારના સમર્થનમાં “વિજય છે વિશ્વાસનો, કમળ પરના વિશ્વાસનો”ના નારા સાથે ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં રાજ્યના મંત્રી કોશિક વેકારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર
વિજય છે વિશ્વાસનો”ના નારા સાથે ચિત્તલમાં ભાજપની ભવ્ય વિજય રેલી, કોશિક વેકારીયા ઉપસ્થિત


અમરેલી, 29 એપ્રિલ (હિ.સ.) : ચિત્તલ જિલ્લા પંચાયત સીટના જીતેલા ઉમેદવારના સમર્થનમાં “વિજય છે વિશ્વાસનો, કમળ પરના વિશ્વાસનો”ના નારા સાથે ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં રાજ્યના મંત્રી કોશિક વેકારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો સાથે વિજય ઉજવણીમાં જોડાયા હતા. રેલી દરમિયાન વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ચિત્તલ ખાતે આયોજિત વિજય રેલીમાં સહભાગી થઈ મંત્રી કોશિક વેકારીયાએ વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ચૂંટણી દરમિયાન સતત ખડેપગે રહી સમર્પિત રીતે કાર્ય કરનાર કાર્યકર્તાઓની મહેનતને બિરદાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ જીત કાર્યકરોના અવિરત પરિશ્રમ અને જનતાના આશીર્વાદનું પરિણામ છે.

ભારતીય જનતા પાર્ટી વિશે બોલતાં તેમણે ઉમેર્યું કે ભાજપનું બીજું નામ જનતાનો ભરોસો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જનતાએ ફરીવાર આ વિશ્વાસ પર મહોર મારી છે, જે વિકાસ અને સારા શાસન પ્રત્યેની જનતાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આ ભવ્ય વિજય રેલીથી કાર્યકરોમાં નવી ઊર્જાનો સંચાર થયો છે અને વિકાસના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande