ભાવનગરના મહુવા શહેરમાં છેલ્લા આઠ વર્ષથી ફ્રી આયુર્વેદિક ઉપચાર કેમ્પ ચલાવવામાં આવે છે
ભાવનગર, 29 એપ્રિલ (હિ.સ.) : હાલ જોઈએ તો લોકો દ્વારા અલગ અલગ પ્રકારની સેવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક લોકો આરોગ્ય ક્ષેત્રમાં નિઃશુલ્ક સારવાર કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આંખ ચેકઅપ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સેવા આપે છે. આ પ્રકારની સેવાઓ ગરી
Mahua


ભાવનગર, 29 એપ્રિલ (હિ.સ.) : હાલ જોઈએ તો લોકો દ્વારા અલગ અલગ પ્રકારની સેવાની કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક લોકો આરોગ્ય ક્ષેત્રમાં નિઃશુલ્ક સારવાર કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, આંખ ચેકઅપ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ દ્વારા સેવા આપે છે. આ પ્રકારની સેવાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખૂબ ઉપયોગી બને છે. બીજી તરફ, શિક્ષણ ક્ષેત્રમાં પણ ઘણા લોકો ગરીબ બાળકોને મફત શિક્ષણ, પુસ્તક વિતરણ અને માર્ગદર્શન આપીને તેમની ભવિષ્યની દિશા સુધારવામાં યોગદાન આપી રહ્યા છે.

આ ઉપરાંત, પર્યાવરણને લગતી સેવાઓ પણ આજના સમયમાં મહત્વની બની ગઈ છે. વૃક્ષારોપણ, પાણી સંરક્ષણ, પ્લાસ્ટિક મુક્ત અભિયાન જેવી પ્રવૃત્તિઓમાં લોકો સક્રિય રીતે જોડાઈ રહ્યા છે.

ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં માનવસેવાનું એક પ્રેરણાદાયક કાર્ય છેલ્લા આઠ વર્ષથી સતત ચાલી રહ્યું છે. રાજુભાઈ બારૈયા નામના સેવાભાવી વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતો આ નિઃશુલ્ક આયુર્વેદિક ઉપચાર કેમ્પ આજે અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની ગયો છે.શરૂઆતના દિવસોમાં આ કેમ્પમાં માત્ર પાંચથી છ લોકો જ સારવાર માટે આવતા હતા. પરંતુ રાજુભાઈના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો, લોકોનો વિશ્વાસ અને સતત સેવા ભાવનાના કારણે આજે અહીં દરરોજ 100 કરતાં પણ વધુ દર્દીઓ ઉપચારનો લાભ લઈ રહ્યા છે.આ કેમ્પની ખાસિયત એ છે કે અહીં દર્દીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર આપવામાં આવે છે.

આ અંગે રાજુભાઈ મગનભાઈ બારૈયા એ જણાવ્યું કે બાપાના આશીર્વાદથી મેં આ એક સેવાની કામગીરી શરૂ કરી હતી મને પહેલેથી જ એક ભાવના હતી કે મારે લોકોની સેવા કરવી છે. આમ તો હું હાર્ડવેદ નું કામ કરું છું. ધીરે ધીરે મેં લોકોની સેવા કરવાનું શરૂ કર્યું અને હાલ હું માથાના વાળથી લઈને પગના નખ સુધીના તમામ રોગો માટેની નિશુલ્ક સેવા અહીંયા કરી રહ્યો છું. અહીંયા આવતા એક પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારના પૈસા લેવામાં નથી આવતા ફક્ત અહીંયા માનવસેવા જ કરવામાં આવી રહી છે.

બજરંગદાસ બાપાના આશીર્વાદ અને મંજી દાદા ના આશીર્વાદ જેમાં હું મંજી દાદા સાથે રહેતો પણ હતો તેઓએ મને જણાવ્યું હતું કે તારાથી થાય ત્યાં સુધી લોકોની સેવા કરજે. માનવસેવાથી એક પણ સેવા મોટી હોય ન શકે તેવું મને લાગી રહ્યું છે. અહીંયા ફક્ત ગુજરાત રાજ્ય નહીં પરંતુ બહારથી પણ લોકો અહીંયા સારવાર કરવા માટે આવતા હોય છે. શરૂઆતમાં સામાન્ય મશીનોથી અમે લોકોની સેવા કરતા હતા પરંતુ ધીરે ધીરે લોકોનો આર્થિક સહયોગ મળ્યો અને આજે અમે આધુનિક ટેકનોલોજી સાથેના પણ અનેક સાધનો અહીંયા રાખીએ છીએ અને જેના થકી લોકોની સેવા કરીએ છીએ.

જેમાં વાત કરીએ તો મસાજર ચેર જેમાં ઓટોમેટીક આખા શરીરનું મસાજ થાય છે ત્યારબાદ કાસા થાળી મસાજર છે જેમાં લોહી છૂટું પડે છે. ત્યારબાદ વાઈબ્રેટર મસાજર છે, જેવા 8 થી 10 જેટલા આધુનિક મશીનો અમે લાવ્યા છીએ અને જેના શકે લોકોને અલગ અલગ થેરાપી આપી અને તેની સેવા કરીએ છીએ. હું છેલ્લા આઠ વર્ષથી અલગ અલગ પ્રકારની આ સેવાઓ કરું છું અને અનેક લોકો અહીંયા સાજા થઈને મને આશીર્વાદ આપે છે પરંતુ આ સેવા પાછળ મને મારા પરિવારજનોનો પણ પૂરતો સાથ સહકાર મળ્યો છે અને જેના થકી જ હું લોકોને આ પ્રકારની સેવા કરી શકું છું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande