દાદરા-નગર હવેલીમાં હીટવેવને લઈ ચેતવણી: કામદારોની સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર
સિલવાસા, 29 એપ્રિલ (હિ.સ.) : દાદરા અને નગર હવેલી સંઘ પ્રદેશના ઉપ શ્રમાયુક્ત અમિત કુમારે વધતા તાપમાન અને વારંવાર પડતી હીટવેવ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય દિવસ 2026 અંતર્ગત જાહેર કરાયેલ આ સૂચનામાં ઉદ્યોગો,
પ્રતિકાત્મક તસ્વીર


સિલવાસા, 29 એપ્રિલ (હિ.સ.) : દાદરા અને નગર હવેલી સંઘ પ્રદેશના ઉપ શ્રમાયુક્ત અમિત કુમારે વધતા તાપમાન અને વારંવાર પડતી હીટવેવ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય દિવસ 2026 અંતર્ગત જાહેર કરાયેલ આ સૂચનામાં ઉદ્યોગો, સંસ્થાઓ, ઠેકેદારો તથા સાઇટ સુપરવાઇઝરોને ખાસ કરીને બહાર તથા ઊંચા તાપમાનમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

બપોરે 12 થી 3 વાગ્યા દરમિયાન ભારે શારીરિક કામ ટાળવાની સલાહ આપવામાં આવી છે. દરેક કાર્યસ્થળ પર સ્વચ્છ પીવાનું પાણી સતત ઉપલબ્ધ રહે તેની ખાતરી કરવા તેમજ કામદારોને નિયમિત રીતે પાણી પીવા પ્રોત્સાહિત કરવા કહેવામાં આવ્યું છે. ઓઆરએસ અને ઇલેક્ટ્રોલાઇટ્સના સેવનને પણ પ્રોત્સાહન આપવાનું જણાવ્યું છે.

શ્રમિકોને ગરમીથી રાહત મળે તે માટે કાર્યસ્થળે છાયાદાર આરામ વિસ્તાર ઉપલબ્ધ કરાવવા તેમજ સમયાંતરે આરામ માટે વિરામ આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. સીધી ધુપથી બચવા માટે ટોપી, કેપ અથવા કપડાં વડે માથું ઢાંકી રાખવું અને હળવા રંગના, ઢીલા તથા કોટન કપડાં પહેરવા સૂચવાયું છે. સાથે જ, સુપરવાઇઝરોને હીટ સ્ટ્રેસના લક્ષણો જેમ કે ચક્કર આવવું, વધુ પસીનો આવવો, નબળાઈ અથવા બેહોશી જેવી સ્થિતિ પર ખાસ નજર રાખવા અને આવું કંઈ જણાય તો તરત જ પ્રાથમિક સારવાર તથા તબીબી મદદ પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત દરેક કાર્યસ્થળે પ્રાથમિક સારવાર કિટ ઉપલબ્ધ રાખવી અને આપાતકાલીન સ્થિતિમાં નજીકની આરોગ્ય સેવાઓ સાથે સંપર્ક જાળવી રાખવા પણ જણાવાયું છે. હીટવેવના જોખમ અને બચાવના ઉપાયો અંગે શ્રમિકો માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા તેમજ આ તમામ સૂચનાઓનું કડક પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande