ટાયર બ્લાસ્ટથી અનિયંત્રિત કન્ટેનર, વાપી જી.આઈ.ડી.સી બ્રિજ પર આગ અને ટ્રાફિક જામ
વાપી, 29 એપ્રિલ (હિ.સ.) : વાપી GIDC વિસ્તારમાં મામૂ ચા સામે આવેલ બ્રિજ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરનું ટાયર અચાનક ફાટી જતાં તે અનિયંત્રિત બની ડિવાઇડર પાર કરી વિપરીત દિશામાં ઘૂસી ગયું અને સામેથી આવી રહેલા ટેમ્પો સાથે અથડાયું હતું. અ
અકસ્માત બાદ બ્રિજ નીચે લટકતું સળગતું કન્ટેનર, લોકોમાં ભયનો માહોલ.


વાપી GIDC બ્રિજ પાસે કન્ટેનર-ટેમ્પો અકસ્માત બાદ ભભૂકતી આગનું દૃશ્ય.


વાપી, 29 એપ્રિલ (હિ.સ.) : વાપી GIDC વિસ્તારમાં મામૂ ચા સામે આવેલ બ્રિજ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરનું ટાયર અચાનક ફાટી જતાં તે અનિયંત્રિત બની ડિવાઇડર પાર કરી વિપરીત દિશામાં ઘૂસી ગયું અને સામેથી આવી રહેલા ટેમ્પો સાથે અથડાયું હતું.

અકસમાત બાદ કન્ટેનરમાં આગ ભભૂકી ઊઠી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગ્યા બાદ કન્ટેનર બ્રિજ પરથી નીચે લટકતું દેખાતું હતું, જેને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી.

આ ઘટનામાં કન્ટેનરનો ડ્રાઇવર ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.ઘટનાને કારણે મુંબઈ-સુરત હાઇવે પર વાહન વ્યવહાર થોડા સમય માટે અટકાવવામાં આવ્યો હતો, જેના કારણે લાંબી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ માત્ર પાંચ મિનિટમાં સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

હાલમાં અન્ય કોઈ જાનહાનિના અહેવાલ નથી. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande