નવસારીમાં નાની અથડામણ બાદ બસ ડ્રાઇવરનો તાવ: વૃદ્ધ રિક્ષાચાલક પર હુમલાનો પ્રયાસ
નવસારી, 03 એપ્રિલ (હિ.સ.): નવસારી શહેરમાં એક સામાન્ય ટ્રાફિક અકસ્માત બાદ તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સિટી બસના ડ્રાઇવરે ગુસ્સામાં આવી વૃદ્ધ રિક્ષાચાલક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરજી પંચ વાડી નજીક બની હતી અને ત્યાં હાજર લોકોએ
Navsari


નવસારી, 03 એપ્રિલ (હિ.સ.): નવસારી શહેરમાં એક સામાન્ય ટ્રાફિક અકસ્માત બાદ તણાવજનક પરિસ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સિટી બસના ડ્રાઇવરે ગુસ્સામાં આવી વૃદ્ધ રિક્ષાચાલક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરજી પંચ વાડી નજીક બની હતી અને ત્યાં હાજર લોકોએ સમયસર હસ્તક્ષેપ કરતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

માહિતી મુજબ, નવસારી મહાનગરપાલિકાની સિટી બસ અને એક રિક્ષા વચ્ચે હળવો અથડામણ થયો હતો. આ નાની ઘટના બાદ બંને ચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જે થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી.

સ્થિતિ વધુ બગડતાં બસ ડ્રાઇવર ગુસ્સે ભરાયો અને બસમાંથી લોખંડનો પાઇપ કાઢીને વૃદ્ધ રિક્ષાચાલકને મારવા દોડ્યો હતો. આસપાસ ઉભેલા લોકો આ દ્રશ્ય જોઈ તરત જ વચ્ચે પડ્યા અને ડ્રાઇવરને કાબૂમાં લઈ પરિસ્થિતિ શાંત કરી હતી.

ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. જાહેરમાં હથિયાર જેવી વસ્તુઓ રાખવા અને તેનો ઉપયોગ કરવા અંગે પ્રશ્નો ઊભા થયા છે. લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ અને તંત્ર આવા બનાવો સામે કડક કાર્યવાહી કરે અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande