
ભાવનગર,03 એપ્રિલ (હિ.સ.)નાણાકીય વર્ષ ૨૦૨૫/૨૬ માં ભાવનગર જિલ્લા પંચાયતના કુલ કરવેરા માંગણા સામે ૫૦.૯૬% સાથે શિહોર તાલુકા પંચાયતે ભાવનગર જિલ્લામાં સૌથી વધુ રકમ ૩.૨૨ કરોડથી વધુ વસુલાત નોંધાવી અગ્રેસરતા હાંસલ કરી છે તાલુકા પંચાયત શિહોર દ્વારા પોતાની આ સફળતા અને તલાટી કમ મંત્રીશ્રીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનના સન્માનમાં તારીખ ૨/૪/૨૦૨૬ ના રોજ બંધન પાર્ટી પ્લોટ સિહોર ખાતે તાલુકા વિકાસ અધિકારી મૌસમસિંહ બી રાવ ની અધ્યક્ષતામાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના વિવિધ શાખા ના અધિકારીઓ તમામ તલાટી કમ મંત્રીઓ તથા તલાટી કમ મંત્રીના મંડળના તમામ પદ અધિકારીઓ તેમજ અન્ય તમામ કર્મચારીઓ વિશાળ સંખ્યામાં હાજરી આપી હતી.અહીં ઉલ્લેખનીય છે કે સિહોર માં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષર પી વ્યાસ ને માર્ચ ૨૦૨૬ ના મહિનાના છેલ્લા દસ દિવસ માં ૧૦% વસુલાત નો વધારો કરી આપવાની બાહેધરી આપવામાં આવેલ હતી જે કપરી ચેલેન્જ સિહોર તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સ્વીકારવામાં આવી હતી જેને પગલે તમામ તલાટી કમ મંત્રીઓ એ દિવસ રાત ઝુંબેશ રૂપે વસુલાતની કામગીરી કરીને સફળતા હાંસલ કરી હતી જેથી તેમણે પ્રામાણિકતા ફરજ પરસ્તી અને સહકારીતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ કાર્યક્રમમાં પ્રત્યેક તલાટી કમ મંત્રીઓને તેમની કાર્ય સિદ્ધિ અને યોગદાનની કદરરૂપે તાલુકા વિકાસ અધિકારી રાવ દ્વારા તેમના હસ્તે સન્માન પત્ર તેમજ સંગઠિત થઈ કાર્યમાં સફળ થવા બદલ સિહોર તાલુકા મંત્રીમંડળને પ્રશસ્તિપત્ર અને શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે સૌએ સાથે ભોજન લઈ સફળતાની ઉજવણી કરી હતી આ સાથે તમામ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સમગ્ર સમારોહને સફળ બનાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT