એએમએ દ્રારા “લીન સ્પાર્ક” પુસ્તકનું વિમોચન અને “ફ્રોમ જુગાડ ટુ લીનસ્પાર્ક: ધ ઈવોલ્યુશન ઓફ ઇન્ડિયાઝ ઇનોવેશન માઈન્ડસેટ” વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન
અમદાવાદ,03 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા, માઈકા- ધ સ્કૂલ ઓફ આઈડિયાઝના સહયોગમા એએમએ ખાતે “લીન સ્પાર્ક” પુસ્તકનું વિમોચન અને “ફ્રોમ જુગાડ ટુ લીનસ્પાર્ક: ધ ઈવોલ્યુશન ઓફ ઇન્ડિયાઝ ઇનોવેશન માઈન્ડસેટ” વિષય પર લેખકો દ્રારા પેનલ ડિસ્
એએમએ દ્રારા લીન સ્પાર્ક પુસ્તકનું વિમોચન અને ફ્રોમ જુગાડ ટુ


અમદાવાદ,03 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા, માઈકા- ધ સ્કૂલ ઓફ આઈડિયાઝના સહયોગમા એએમએ ખાતે “લીન સ્પાર્ક” પુસ્તકનું વિમોચન અને “ફ્રોમ જુગાડ ટુ લીનસ્પાર્ક: ધ ઈવોલ્યુશન ઓફ ઇન્ડિયાઝ ઇનોવેશન માઈન્ડસેટ” વિષય પર લેખકો દ્રારા પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડૉ. જયદીપ પ્રભુ (બેસ્ટ સેલિંગ લેખક અને માર્કેટિંગ પ્રોફેસર, કેમ્બ્રિજ યુનિવર્સિટી); ડૉ. પ્રિયંક નારાયણ (બેસ્ટ સેલિંગ લેખક, આંત્રપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટના એસોસિએટ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ, અશોકા યુનિવર્સિટી); અને ડૉ. મુકેશ સુદ (બેસ્ટ સેલિંગ લેખક, વિઝિટિંગ ફેકલ્ટી, આઈઆઈએમએ અને અશોકા યુનિવર્સિટી) દ્રારા આ અંગે સંબોધન કરવામાં આવ્યું હતું અને પ્રો. સુરેશ મલોડિયા (એસોસિએટ પ્રોફેસર, એસોસિએટ ડીન - નોલેજ, માઈકા) દ્રારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમે ભારતીય કૌશલ્યના બદલાતા પરિપ્રેક્ષ્યોનું ગહન અન્વેષણ કરવામાં આવ્યું હતું, જેમાં કામચલાઉ જુગાડ ઉકેલોથી શિસ્તબધ્ધ અને વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી “લીનસ્પાર્ક” માળખા તરફના રેખાંકિત કરી તે અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જુગાડે પ્રારંભિક તણખો પૂરો પાડ્યો હોવા છતાં, વૈશ્વિક મંચ પર ભારતીય નવીનતાને મોટા પાયે વિસ્તારવા માટે લીન માનસિકતા આવશ્યક છે.

ડૉ. જયદીપ પ્રભુએ વૈશ્વિક સંદર્ભ પર ધ્યાન કેન્દ્રિત કરતા કહ્યું હતું કે, જુગાડ એ આપણી અસ્તિત્વ ટકાવી રાખવાની વૃત્તિ હતી, પરંતુ લીનસ્પાર્ક એ આપણું ગ્રોથ એન્જિન છે. આપણે 'કરકસરયુક્ત સુધારા'થી 'કરકસરયુક્ત શ્રેષ્ઠતા' તરફ આગળ વધી રહ્યા છીએ જેને સમગ્ર વિશ્વ અપનાવી શકે છે.

ડૉ. પ્રિયંક નારાયણે માનસિકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે, નવીનતા એ માત્ર 'આહા!' ક્ષણ વિશે નથી. તે બિન-જરૂરી બાબતોને દૂર કરવાની શિસ્ત વિશે છે જેથી મુખ્ય વિચાર—સ્પાર્ક (તણખો)—ખરેખર વેગ પકડી શકે અને આગળ વધી શકે.

ડૉ. મુકેશ સુદે એકેડેમિકસ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેના જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરતા કહ્યું હતું કે, અમે એક એવું માળખું પૂરું પાડવા માંગતા હતા જ્યાં ભારતીય સાહસિકોની કાચી સર્જનાત્મકતા લીન પધ્ધતિની ચોકસાઈ સાથે મળે. આ સંગમ એવો છે જ્યાં ટકાઉ મૂલ્યનું નિર્માણ થાય છે.

પ્રો.સુરેશ મલોડિયાએ વિચારોના ભવિષ્ય વિશે વાત કરતા કહ્યું હતું કે, જુગાડથી લીનસ્પાર્ક તરફનું સંક્રમણ એ ભારતીય ઇકોસિસ્ટમમાં પરિપક્વતા દર્શાવે છે. તે બેદરકાર થયા વિના સંસાધનસભર હોવા વિશે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande