પાટણ નગરપાલિકા ચૂંટણી-2026 માટે ઉમેદવારી માર્ગદર્શિકા જાહેર
પાટણ, 06 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 માટે ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 19 મુદ્દાઓમાં સોગંદનામું, ઓળખના પુરાવા અને અન્ય ફરજિયાત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. ઉમેદવારે નમૂના નંબર 3 મુજબ ઉ
પાટણ નગરપાલિકા ચૂંટણી-2026 માટે ઉમેદવારી માર્ગદર્શિકા જાહેર


પાટણ, 06 એપ્રિલ (હિ.સ.)પાટણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 માટે ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે. કુલ 19 મુદ્દાઓમાં સોગંદનામું, ઓળખના પુરાવા અને અન્ય ફરજિયાત દસ્તાવેજોનો સમાવેશ થાય છે. ઉમેદવારે નમૂના નંબર 3 મુજબ ઉમેદવારી પત્ર અને ભાગ-8 મુજબનું સોગંદનામું રજૂ કરવું જરૂરી છે.

ઓળખ માટે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની પ્રમાણિત નકલ આપવી ફરજિયાત છે. વય ચકાસણી માટે જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તથા શૈક્ષણિક લાયકાતના પુરાવા પણ જરૂરી રહેશે.

ઉમેદવારે બે બાળકો અંગેનું એકરારનામું અને ઘરે ફ્લશ શૌચાલય હોવાનો પુરાવો આપવો પડશે. સાથે જ નગરપાલિકાનો નો-ડ્યુ સર્ટિફિકેટ અને પોલીસ તરફથી ગુનામાં સંડોવાયેલા ન હોવાનો દાખલો પણ જોડવો ફરજિયાત છે.

અનામત બેઠક માટે SC, ST અને OBC ઉમેદવારોએ જાતિ પ્રમાણપત્ર આપવું પડશે. સામાન્ય ઉમેદવાર માટે ડિપોઝિટ રૂ. 2000 અને સ્ત્રી તથા અનામત વર્ગ માટે રૂ. 1000 નક્કી કરાયા છે. રાજકીય પક્ષના ઉમેદવારે મેન્ડેટ ફોર્મ ‘ક’ અને ‘ખ’ રજૂ કરવું પડશે.

પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે 26 એપ્રિલે ચૂંટણી યોજાશે. 11 એપ્રિલ સુધી પ્રાંત કચેરી ખાતે ફોર્મ વિતરણ અને સ્વીકાર થશે. ફોર્મ ફી રૂ. 50 છે અને પ્રથમ દિવસે 41 ફોર્મનું વિતરણ થયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande