હારીજમાં ભાજપાનો 47મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાયો
પાટણ, 06 એપ્રિલ (હિ.સ.)હારીજ ખાતે ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ શહેર ભાજપા દ્વારા ઉત્સાહભેર ઉજવાયો હતો. આ પ્રસંગે નેતાઓ અને કાર્યકરોના ઘરે કમળના ભગવા ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો. શહેર ભાજપાના પ્રમુખ, ઉપપ્રમુખ અ
હારીજમાં ભાજપાનો 47મો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાયો


પાટણ, 06 એપ્રિલ (હિ.સ.)હારીજ ખાતે ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ શહેર ભાજપા દ્વારા ઉત્સાહભેર ઉજવાયો હતો. આ પ્રસંગે નેતાઓ અને કાર્યકરોના ઘરે કમળના ભગવા ધ્વજ ફરકાવવામાં આવ્યા હતા અને ઉજવણીનો માહોલ સર્જાયો હતો.

શહેર ભાજપાના પ્રમુખ, ઉપપ્રમુખ અને તેમની ટીમે વર્તમાન તેમજ પૂર્વ હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરોના ઘરે જઈ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવવામાં આવ્યું અને સ્થાપના દિવસની ખુશી વહેંચાઈ હતી.

આ ઉજવણીમાં દિલીપજી ઠાકોર, દશરથજી ઠાકોર, રૂષિભાઈ ઠક્કર, મિતેશભાઈ ઠક્કર, રોહિતભાઈ ગોસાઈ, હિતેન્દ્રસિંહ વાઘેલા અને કલ્પેશભાઈ ઠાકર સહિતના આગેવાનોના ઘરે મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા લગાવવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande