શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી વિરુદ્ધ કાર્યવાહી.
પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.) પોરબંદર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનાર, જાહેરમાં કચરો ફેંકનાર તથા ગંદકી ફેલાવનાર વિરુદ્ધ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા માર્ચ મહિના દરમિયાન સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ રૂ. 64,350/- નો
શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી વિરુદ્ધ કાર્યવાહી.


શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી વિરુદ્ધ કાર્યવાહી.


શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી વિરુદ્ધ કાર્યવાહી.


પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.) પોરબંદર શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરનાર, જાહેરમાં કચરો ફેંકનાર તથા ગંદકી ફેલાવનાર વિરુદ્ધ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા માર્ચ મહિના દરમિયાન સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ રૂ. 64,350/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

પોરબંદર શહેરમાં જાહેરમાં કચરો કરનાર તથા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ વિરુદ્ધ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હેઠળ સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી તથા વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરોની ટીમ દ્વારા માર્ચ–2026 દરમિયાન શહેરમાં સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેપારીઓ દ્વારા 120 માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ (ઝબલા) નો ઉપયોગ કરતા કુલ 45 વેપારીઓ સામે કાર્યવાહી કરીને રૂ. 33,500/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો, તેમજ અંદાજે 649 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનાર, ગંદકી ફેલાવનાર તથા જાહેર સ્થળોએ અનધિકૃત રીતે ઘાસચારો વેચનારાઓ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 83 વ્યક્તિઓ/વેપારીઓ પાસેથી રૂ. 30,850/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, કચરાને હંમેશા ડસ્ટબિનમાં જ નાખે તથા મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કલેક્શન સેવાનો ઉપયોગ કરીને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે. મહાનગરપાલિકા દ્વારા નિયમોનો ભંગ કરનાર સામે રૂ. 100/- થી લઈ રૂ. 5000/- સુધીનો દંડ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande