
પોરબંદર, 07 એપ્રિલ (હિ.સ.)પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પો.ઈન્સ. આર.કે. કાબરીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી હોવાની બાતમી મળી હતી જે આધારે ડ્રોન કેમેરાની મદદ થી જોતા બરડા ડુંગર ખોડીયારનેશ પાસે વેકરાના કાંઠે બાવળની ઝાડીમાં જાહેરમાં ભઠ્ઠી મળી આવી હતી. પોલીસ દ્વારા આ ભઠ્ઠી પર દરોડો પાડી ભઠ્ઠીમાંથી ગે.કા. દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1600 કી.રૂા. 40,000/-તથા આથાની વાસવાળા 200-200 લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-8 કી.રૂ. 3200/-તથા ખાલી 200 લીટરના પતરાના બોઈલર બેરલ
નંગ-2 કી.રૂા. 800/- તથા ખાલી ૨૦૦ લીટરના પતરાના ફીલ્ટર બેરલ નંગ-2 કી.રૂા. 800/- તથા પતરાના 15-15 લીટરના ખાલી ડબ્બા નંગ-35 કી. રૂા. 175/- તથા 50-50 લીટરના પ્લાસ્ટીકના ખાલી કેરબા નંગ-૨ કી.રૂા. 200/- તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ-૨ કી.રૂા. 2000/- મળી કુલ રૂા. 47,175/-નો મુદામાલ મળી આવ્યો હતો
પરંતુ આરોપી નારણ બાલાભાઇ રબારી હાજર મળી આવ્યો ન હતો.જેથી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આરોપી આરોપી નારણ બાલાભાઇ રબારી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya