




- મંજૂરીમાં 7.5 એમએલડી ઇન્ડસ્ટ્રીયલ એન્ફ્લુએન્ટ અને 2.5 એમએલડી સુએઝ પાણી હશે
પર્યાવરણની મંજૂરી માટે છેલ્લા એક વર્ષથી એડબલ્યુએમએ ધક્કા ખાતું હતું
ગાંધીનગર ખાતે અંકલેશ્વર જીઆઇડીસીના ઉદ્યોગકારોએ પર્યાવરણ બચાવવા આમરણાંત ધરણા પણ કર્યા હતા
ભરૂચ 08 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગર ખાતે ગતરોજ એડબલ્યુએમએ ઓફિસ બેરર્સ અને જીપીસીબીના અધિકારીઓ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને દિશા નિર્ધારક બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી. આ બેઠક નેતાઓની ઉપસ્થિતિ અને માર્ગદર્શન હેઠળ ખૂબ જ સકારાત્મક વાતાવરણમાં સંપન્ન થઈ હતી. જેમાં પર્યાવરણની મંજૂરીની મહોર લાગી હતી. એડબલ્યુએમએને ગાંધીનગરની જીપીસીબીની કચેરીએ 10 એમએલડી સીઈટીપીની મંજૂરી આપતા ઉદ્યોગકારોમાં ખુશી સાથે આશાનું કિરણ જોવા મળ્યું હતું.
10 એમએલડી સીઈટીપીની મંજૂરી અપાવવા માટેના પ્રયાસ નોટિફાઈડ BJP પ્રમુખ જય તેરૈયા સાથે તેમની ટીમ , એઆઈએ પાસ્ટ પ્રેસિડેન્ટ અને ભાજપા અગ્રણી જસુ ચૌધરી , અંકલેશ્વર વિધાનસભાના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ પર્યાવરણ અને વનમંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ તેમની સક્રિય મધ્યસ્થતા અને માર્ગદર્શનથી આ બેઠક અત્યંત રચનાત્મક અને પરિણામકારક સાબિત થઈ છે.
મુખ્ય મુદ્દો સીસીએ (કન્સેન્ટ ટુ ઓપરેટ)
છેલ્લા 365+ દિવસથી રાહ જોતા એમએસએમઇ ઉદ્યોગકારો માટે સૌથી મોટી રાહતના સમાચાર,
હવે સીસીએ પ્રક્રિયાનો અંત આવી ગયો છે અને ઝડપથી અમલ તરફ આગળ વધી રહ્યા છે ઉદ્યોગકારો,
આ નિર્ણય ઉદ્યોગકારો માટે “ખૂબ ઉપયોગી ” સાબિત થશે.
આ પર્યાવરણની મંજૂરી સીસીએ કેટલીક અગત્યની શરતો હેઠળ અપાયું છે , પર્યાવરણના તમામ ધોરણોનું કડક પાલન કરવું પડશે, “કોમ્લિએન્સ ઈઝ ધી કી” હવે કોઈ છૂટછાટ નહીં! આ આંદોલનથી પરિણામ સુધીની સફર રહી હતી.
ગયા અઠવાડિયે ઉદ્યોગકારોએ ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસ કરીને પોતાની વેદના વ્યક્ત કરી હતી. ત્યારબાદ મંત્રી ઈશ્વરસિંહ પટેલની ખાતરી અને હસ્તક્ષેપથી ઉપવાસ પૂર્ણ થયો કર્યો હતો. આજે મળેલા પરિણામો સાબિત કરે છે કે એકતા + સંઘર્ષ = સફળતા, આગળનો માર્ગ આપણી ફરજ અને જવાબદારી સૂચવે છે. હવે દરેક ઉદ્યોગકાર માટે અત્યંત આવશ્યક છે કે
સીસીએની તમામ શરતોનું કડક પાલન કરે , પર્યાવરણ પ્રત્યે સંપૂર્ણ જવાબદારી નિભાવે અને ઉદ્યોગમાં શિસ્ત અને પારદર્શિતા જાળવે.સાથે સાથે એડબલ્યુએમએ
દ્વારા દંડ પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવશે
. સીઇટીપીની કામગીરીને વર્લ્ડ ક્લાસ માપદંડ સુધી લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે . વૈશ્વિક મંદીના સમયમાં એડબલ્યુએમએનું સીઈટીપી ઉદ્યોગો માટે
“જડીબુટ્ટી સમાન” સાબિત થશે એ ચોક્કસ છે .
આ તકે આજની અંકલેશ્વર એ આઈ એ ખાતે મળેલી બેઠકમાં એડબલ્યુએમએ પર વિશ્વાસ મુકનાર તમામ મેમ્બર ઉદ્યોગોનો હૃદયથી આભાર માનવામાં આવ્યો હતો.ખાસ કરીને એમએસએમઇ
અને નાના ઉદ્યોગકારોની સહનશીલતા પ્રશંસનીય છે.
જીપીસીબીના ચેરમેન બારડ ,મેમ્બર સેક્રેટરી ઠાકર અને
તમામ અધિકારીઓના સકારાત્મક અભિગમને દિલથી અભિનંદન છે. વિશેષ મહેશ પટેલ (ચેરમેન – એડબલ્યુએમએ) અને તેમની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર, જેઓએ એક પણ દિવસ હાર્યા વગર આખું વર્ષ ગાંધીનગરનું અપડાઉન કરી અવિરત મહેનત કરી અને આ ઐતિહાસિક સિદ્ધિ શક્ય બનાવી.
એડબલ્યુએમએનું દૃઢ વચન છે આપનો વિશ્વાસ અડગ રાખવામાં આવશે. અંકલેશ્વર અને પર્યાવરણની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.મોર લિવેબલ જીઆઈડીસી અંકલેશ્વર વિઝનને સાકાર કરવામાં આવશે. સીઇટીપીને આદર્શ મોડેલ તરીકે વિકસાવવામાં આવશે. તમામ મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ સાથે સમાન અને ન્યાયી વ્યવહાર થશે. નો પ્રોફેટ નો લોસ ના સિદ્ધાંત પર સંપૂર્ણ પારદર્શિતા રહેશે. આજની બેઠક માત્ર એક નિર્ણય નથી પરંતુ અંકલેશ્વર ઉદ્યોગના ભવિષ્ય માટેનો મજબૂત પાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ