જૂનાગઢ વેટરનરી કોલેજ ખાતે વર્લ્ડ હેલ્થ ડે ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી
જુનાગઢ 08 એપ્રિલ (હિ.સ.) વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે તા. ૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનું વિશ્વવિદ્યાલય, જૂનાગઢ ખાતે “હેલ્થ એન્ડ હેલ્ધી લાઇફ” વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ યુનિટ
જૂનાગઢ વેટરનરી કોલેજ ખાતે વર્લ્ડ હેલ્થ ડે


જુનાગઢ 08 એપ્રિલ (હિ.સ.) વર્લ્ડ હેલ્થ ડે નિમિત્તે તા. ૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનું વિશ્વવિદ્યાલય, જૂનાગઢ ખાતે “હેલ્થ એન્ડ હેલ્ધી લાઇફ” વિષય પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ યુનિટ અને જેન્ડર ચેમ્પિયન ક્લબ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને પ્રાધ્યાપકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ રહ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડૉ. એમ. ડી. ઓડેદરા, ઈ.ચા. આચાર્ય, વેટરનરી કોલેજ, જૂ’નાગઢ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી અને એન.એસ.એસ ટીમ દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રારંભિક પ્રવચન ડૉ. એસ. વી. માવદીયા, એન.એસ.એસ પ્રોગ્રામ ઓફીસર દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ આરોગ્ય દિવસનું મહત્વ અને યુવાનોની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્ય પ્રવચન ડૉ. ગૌરાંગ બગડા, એમ.ડી. મેડીસીન, ગોકુલ હોસ્પિટલ અને આઈ.સી.યુ, જુનાગઢ દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં આરોગ્યપ્રદ જીવનશૈલી, સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને માનસિક આરોગ્યના મહત્વ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે આજના વ્યસ્ત જીવનમાં તણાવ નિયંત્રણ, યોગ અને ધ્યાન પણ સારા આરોગ્ય માટે અત્યંત જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન એન.એસ.એસ સ્વયંસેવક દ્વારા હેલ્થ અવેરનેસ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ઉપરાંત, વ્યક્તિગત સ્વચ્છતા, સંક્રમિત રોગોથી બચાવ, રસીકરણનું મહત્વ અને પર્યાવરણ સ્વચ્છ રાખવાની જવાબદારી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક અને સામાજિક સુખાકારીનો સમન્વય છે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં ડૉ. એમ. ડી. ઓડેદરા દ્વારા અધ્યક્ષીય સંબોધન આપવામાં આવ્યું હતું. ડૉ. ડી. બી. બારડ, એસ.આર.સી. ચેરમન પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આભારવિધિ ડૉ. મોનાલી ભેસાણીયા, નોડલ ટીચર - જેન્ડર ચેમ્પિયન ક્લબ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. પ્રણવ અંજારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં સફળતા મળી હતી અને “સ્વસ્થ જીવન એ જ સફળ જીવન” નો સંદેશ પ્રસારીત થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande