


પોરબંદર, 08 એપ્રિલ (હિ.સ.)કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાનુ અપમાન કરતા પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા મૌન વિરોધ પ્રદર્શન રાણી બાગ સુદામા ચોક કરવામા આવ્યુ હતુ જેમા ભાજપના આગેવાનો અને કાર્યક્રરો મોટી સંખ્યામા જોડાયા હતા.ભાજપના આગેવાનોએ જણાવ્યુ હતુ કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન ક્યારેય સહન નહીં કરે ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને “અભણ અને મૂર્ખ” કહેવું માત્ર અપમાનજનક જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની અસ્મિતા પર સીધો પ્રહાર છે.આ નિવેદન સામે તીવ્ર રોષ વ્યક્ત કરતાં પોરબંદર ભાજપના તમામ હોદ્દેદારો અને આગેવાનો સાથે મળી જનાક્રોશ મૌન ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતુ ગુજરાતની ગૌરવશાળી પરંપરા, સંસ્કૃતિ અને વિકાસને નિંદા કરનાર આવા નિવેદનોને કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી.ગુજરાતની જનતા સ્વાભિમાની છે, અને આવા અપમાનનો જવાબ લોકશાહી રીતે જરૂર આપશે. આ વિરોધ પ્રદર્શન માં જિલ્લા ભાજપ ના હોદેદારો, શહેર ભાજપ ના હોદેદારો, આગેવાનો અને મોરચા ના પ્રમુખ અને મહામંત્રી અને કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya