મતદાન મથકો અને મતગણતરી કેન્દ્રની 100 મિટરની ત્રિજ્યામાં સંચાર સાધનો લઈ જવા પર પ્રતિબંધ : જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
જુનાગઢ, 8 એપ્રિલ (હિ.સ.) : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમ અનુસાર જૂનાગઢ જિલ્લામાં કેશોદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી, બાંટવા નગરપાલિકા પેટા ચૂંટણી, જૂનાગઢ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ ૯ ત
મતદાન મથકો અને મતગણતરી કેન્દ્રની 100 મિટરની ત્રિજ્યામાં સંચાર સાધનો લઈ જવા પર પ્રતિબંધ : જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


જુનાગઢ, 8 એપ્રિલ (હિ.સ.) : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમ અનુસાર જૂનાગઢ જિલ્લામાં કેશોદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી, બાંટવા નગરપાલિકા પેટા ચૂંટણી, જૂનાગઢ જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ ૯ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જે મુજબ તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે સંદર્ભે મતદાનના દિવસે સુલેહ, શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી પ્રતિબંધો મૂકવામાં આવ્યાં છે.

જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસિયા દ્વારા નાગરિક સુરક્ષા સંહિતા–૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ મતદાન મથકો તથા તેનાં આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં જરૂરી પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે.આ ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી પંચ તરફથી ચૂંટણી હેઠળના મતવિસ્તારમાં મતદાન દિવસ તા.ર૬/૦૪/૨૦૨૬ (પુન: મતદાન થાય તો તે દિવસ સહિત) ચૂંટણી હેઠળના મતદાન મથકો તથા તેની આજુબાજુનાં ૧૦૦ મીટરના વિસ્તારમાં અને મતગણતરીનાં દિવસે એટલે કે તા.૨૮/૦૪/૨૦૨૬ નાં રોજ મતગણતરી સેન્ટર પર પ્રવેશના નિયમન માટે મતદાન તેમજ મતગણતરી સાથે સંકળાયેલ અધિકારીશ્રીઓ અને અધિકૃત પ્રવેશપત્ર ધરાવતા પત્રકારો સિવાયનાં કોઈપણ વ્યકિત સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઈ જઈ શકશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત પાસેથી તે સાધન જે તે સત્તાધિકારી દ્વારા જમા કરવામાં આવશે અને મતગણતરી પુરી થયા પછી ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ જ જે તે વ્યક્તિને તેનું જમા કરેલ સાધન પરત સોંપવામાં આવશે. ઉપરાંત, BNS, 2023 ની કલમ-૨૨૩ મુજબ તે વ્યક્તિનો ગુન્હો સાબિત થયેથી છ માસની સાદી કેદ અથવા રૂા.૨,૫૦૦/- સુધીનો દંડ અથવા બન્ને સજા થઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande