
પોરબંદર, 08 એપ્રિલ (હિ.સ.)સ્થાનિક સ્વરાજયની ચુંટણીનો રંગ જામતો જાય છે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે. પોરબંદર મહાનગરપાલિકાની વાત કરીએ તો 13 વોર્ડ માટે 52 જેટલા ઉમેદવારોની પસંદગી કરવાની છે.પોરબંદર ભાજપની વાત કરીએ તો મનપાની ચુંટણી લડવા માટે 450 થી વધારે ભાજપના આગેવાન અને કાર્યકરોએ દાવેદારી કરી છે.અનેક કેટલાક લોકોએ ભલામણો પણ શરૂ કરી છે.
ભાજપની ચુંટણી સમિતિની ઉમેદવારોની પસંદગી પર આખરી મહોર મારશે પરંતુ પોરબંદર શહેરમાં હાલ વોર્ડ નં-9 ચર્ચામા છે કારણ કે આ વોર્ડમા પોરબંદરમા કહેવાતા ધુરંધરોએ દાવેદારી કરી હોવાનુ કહેવાય છે. આમતો કુલ 35થી 40 જેટલા લોકોએ આ વોર્ડમા દાવેદારી કરી કરી છે. તેમા જીલ્લા ભાજપના ત્રણ પ્રમુખ, નગરપાલિકાના પૂર્વ ત્રણ પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના ત્રણ પ્રમુખ સહિતના આગેવાનોએ દાવેદારી કરી છે.શહેરમા અને સ્થાનિક રાજકારણમા સતત વોર્ડનં-9ની ચર્ચા જોવા મળી રહી છે.
કારણ કે શહેરનો પોસ વિસ્તાર ગણવામા આવે છે. અને ભાજપનો ગઢ માનવામા આવે છે. આથી ભાજનપના કહેવાતા ધુરંધરોએ વોર્ડનં-9ની પસંદગી કરી છે અને તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે કે આ વોર્ડમાંથી વિજેતા બનનાર ભાજપના ઉમેદવાર મેયરના પણ દાવેદાર માનવામા આવે છે. પોરબંદર અને ખાસ કરીને સ્થાનિક રાજકારણમા હાલતો વોર્ડનં-9 ચર્ચામા છે આ વોર્ડમા ભાજપ કોની પસંદગી કરે છે તેમની પર સૌકોઈ મીટ માંડીને બેઠા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya