અમદાવાદમાં બહેરામપુરાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમીજીની જુના કેસમાં ધરપકડ, રાજકારણ ગરમાયું
અમદાવાદ, 08 એપ્રિલ (હિ.સ.) : ચૂંટણી વખત શાસક અને વિપક્ષ એક બીજાના હિસાબ કરી લેતા હોય છે. આવી જ એક ધરપકડને કરણે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાંણે જ કોંગ્રેસ નેતાની ધરપકડથી અનેક તર્ક-વિતર્ક સાથે રાજકારણ ગરમાયું. હાલ ચૂંટણીના માહોલ વચ્ચે અમદા
અમદાવાદમાં બહેરામપુરાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમીજીની જુના કેસમાં ધરપકડ, રાજકારણ ગરમાયું


અમદાવાદ, 08 એપ્રિલ (હિ.સ.) : ચૂંટણી વખત શાસક અને વિપક્ષ એક બીજાના હિસાબ કરી લેતા હોય છે. આવી જ એક ધરપકડને કરણે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાંણે જ કોંગ્રેસ નેતાની ધરપકડથી અનેક તર્ક-વિતર્ક સાથે રાજકારણ ગરમાયું. હાલ ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદમાં એક કોંગ્રેસ નેતાની ધરપકડ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ બહેરામપુરા વોર્ડના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પૂર્વ કાઉન્સિલર તસનીમઆલમ તીરમીઝી અને પુત્રની નડિયાદ જમીન કેસમાં ધરપકડ થઈ છે.

અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલરની ધરપકડ થઇ છે. નડિયાદ ખાતે જમીન કેસ મુદે પૂર્વ કાઉન્સિલર તસનીમઆલમ તીરમીઝી સહિત તેમના પુત્રની ધરપકડ થઈ છે, ત્યારે ચૂંટણી માટે બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસમાંથી પ્રબળ દાવેદાર ગણતા પૂર્વ કાઉન્સિલર તસનીમઆલમ તીરમીઝીની ચૂંટણી પહેલા ધરપકડ થતા ઉભા થયા તર્ક-વિતર્ક સર્જાયા છે. જે મામલે રાજકિય હલચલ શરૂ થઈ છે.

તસનીમઆલમ તીરમીઝીએ ખેડા-નડિયાદના કપડવંજમાં જમીન ખરીદી માટે પોતાને બોગસ ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. કપડવંજના પુનાદરા ગામમાં ખેડૂત બનવા માટે તેમને ખોટું પેઢીનામું બનાવ્યું હતું. જે મામલે પનાદરા ગામના તલાટી મંત્રીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેથી આ કેસમાં તેઓની હાલ ધરપકડ થઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande