
ગીર સોમનાથ, 08 એપ્રિલ (હિ.સ.) : જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે અન્ય જીલ્લાના ગુનાના કામે નાસતા ફરતા / લાલશાહી વાળા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના મુજબ એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ. એસ.વી.રાજપુત તથા પો. સબ ઇન્સ એ.સી.સિંધવ તથા પો. સબ ઇન્સ. એચ.એલ.જેબલીયાની રાહબરી હેઠળ એલ.સી.બી. ના પો. હેડ કોન્સ. હિતેશભાઈ વાળા તથા પો. કોન્સ. કરણસિંહ ચૌહાણ તથા પિયુષભાઇ બારડના હયુમન સોર્સીસ આધારે ગાંધીનગર જીલ્લાના દહેગામ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૫૨૬૦૨૭૪/૨૬ બી.એન.એસ.- ૨૦૨૩ ની ક.- ૧૩૭(૨), ૮૭ ગુન્હાના કામેના આરોપી સદરહુ ગુનાના ફરિયાદીની દિકરી ઉ.વ.૧૫ વર્ષ ૩ માસ ૧૫ દિવસ વાળીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદાથી અપહરણ કરી લઇ જઈ ગુનો કરી નાશી ગયેલ હોય આરોપી યુવરાજ અનુપસિંહ ચૌહાણ રહે.ભાટઇ વાસના સોગઠી ગાંધીનગર ગુના કામે અટક કરવાના બાકી આરોપીને ભોગ બનનાર સાથે સોમનાથ મંદિર વોક વે ઉપરથી પકડી પાડી દહેગામ પો.સ્ટે. ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ