અમદાવાદમાં બહારથી આવેલા 54 પીઆઇને પોસ્ટિંગ, 13 પીઆઇની આંતરિક બદલી
અમદાવાદ, 08 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદમાં 67 પીઆઈની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે બહારથી આવેલા 54 પીઆઈની પોસ્ટિંગ આપ્યું છે અમદાવાદ શહેરમાં બદલી સાથે આવેલા પીઆઇની તેમની ભૂતક
અમદાવાદમાં બહારથી આવેલા 54 પીઆઇને પોસ્ટિંગ, 13 પીઆઇની આંતરિક બદલી


અમદાવાદ, 08 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદમાં 67 પીઆઈની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે બહારથી આવેલા 54 પીઆઈની પોસ્ટિંગ આપ્યું છે

અમદાવાદ શહેરમાં બદલી સાથે આવેલા પીઆઇની તેમની ભૂતકાળની કામગીરી, ઇનામ, વર્તણૂંક અને સીઆર જોઈને પોસ્ટિંગ આપવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે.

કેટલાક અધિકારીઓને બાદ કરતાં અમદાવાદ શહેરમાં જ્યારે પણ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીઓ થાય કે પછી તેમને પોસ્ટિંગ આપવામાં આવે, ત્યારે વચેટિયાની ભૂમિકા મુખ્ય રહેતી હતી. વચેટિયા પોતાના પીઆઇને ચોક્કસ પોલીસ મથકમાં પોસ્ટિંગ અપાવે પછી તેની મરજી મુજબ જ પીઆઇને કામગીરી કરવી પડે. બીજી તરફ જે તે વિસ્તારના વગદાર માણસો પોતાની પસંદગીના પીઆઇને પોતાના વિસ્તારમાં પોસ્ટિંગ અપાવે એટલે તેનું વર્ચસ્વ વધતું જાય.

આ તમામ પરિબળોને દૂર રાખીને પીઆઇની કામગીરી તેમનો ટ્રેક રેકોર્ડ જોઈને તેમની યોગ્યતા મુજબ પોસ્ટિંગ આપવાની પ્રથા હાલ ચાલી રહી છે. જેને કારણે કેટલાક અધિકારીઓ નારાજ છે તો કેટલાક મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખુશ છે. જે તે પોલીસ મથકમાં ચોક્કસ કર્મચારીઓ અનિવાર્ય બની ગયા હતા અને તેમનું વર્ચસ્વ વધતાં 3 વર્ષ કે તેથી વધારે સમયથી એક જ પોલીસ મથકમાં ફરજ બજાવતા હજારો કર્મચારીઓની બદલીઓ કરી દેવામાં આવી હતી.

પીઆઇનના પોસ્ટિંગમાં ભલામણને સ્થાન નહીં

હવે તાજેતરમાં જ રાજ્યના સાડા પાંચસો કરતાં વધુ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 65 ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થયો છે. બદલી સાથે અમદાવાદ આવેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને ગણતરીના કલાકોમાં પોસ્ટિંગ આપી દેવાશે. કમિશનર કચેરી દ્વારા કોઈ પણ પીઆઇ ના પોસ્ટિંગ માટે ભલામણ કરનારને “સોરી” કહી દેવામાં આવી રહ્યું છે. અધિકારીને તેની યોગ્યતા મુજબ જ પોસ્ટિંગ મળે તેવી કવાયત ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande