કચ્છના આદિપુરમાં એલસીબીનો મોટો પ્રહાર, 10 લાખથી વધુના વિદેશી દારૂ સાથે ઇસુઝુ કાર કબજે
કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે. આવા સંજોગોમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગાંધીધામે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો એક મોટો કેસ ઝડપી પાડીને દારૂના ગેરકાયદે
Adipur


કચ્છ, 08 એપ્રિલ (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે. આવા સંજોગોમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગાંધીધામે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનનો એક મોટો કેસ ઝડપી પાડીને દારૂના ગેરકાયદે વેપાર સામે કડક સંદેશો આપ્યો છે.

એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મળેલી ચોક્કસ માહિતી મુજબ અંજાર-ગળપાદર હાઇવે પાસે આવેલ શર્મા રિસોર્ટ પાછળના ખુલ્લા મેદાનમાં એક ઇસુઝુ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો. આ બાતમીને આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર રેડ કરતાં એક શંકાસ્પદ વાહન જોવા મળ્યું. પોલીસને નજીક આવતાં જ કારનો ડ્રાઈવર ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેદાનમાં રસ્તો ન મળતા વાહન છોડી ફરાર થઈ ગયો. પોલીસે સ્થળ પર કારની તપાસ કરતાં અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.

કબજે કરાયેલ માલમત્તાની વિગત મુજબ :

૭૫૦ એમએલની વિદેશી દારૂની બોટલો – નોંધપાત્ર સંખ્યા

૧૮૦ એમએલના ૧૨૮૫ ક્વાર્ટર

કુલ દારૂની કિંમત અંદાજે ₹4.27 લાખ

ઇસુઝુ કારની કિંમત ₹9 લાખ

આ રીતે કુલ મળીને ₹10.26 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ માટે કેસ આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ફરાર આરોપીની શોધખોળ પણ તેજ બનાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande