પાણી નહીં તો વોટ નહીં, પાટણના નજુપુરા ગામનો ચૂંટણી બહિષ્કાર
પાટણ, 08 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈના પાણીના અભાવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ ગામમાં “પાણી નહીં તો વો
પાણી નહીં તો વોટ નહીં: નજુપુરા ગામનો ચૂંટણી બહિષ્કાર


પાટણ, 08 એપ્રિલ (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈના પાણીના અભાવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા દસ વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ ગામમાં “પાણી નહીં તો વોટ નહીં” ના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે અને રાજકીય પક્ષોને ચેતવણી આપી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, પાણીના અભાવે આશરે 700 થી વધુ વીઘા જમીન બિનઉપજાઉ બની ગઈ છે, જેના કારણે ખેતી અને પશુપાલન મુશ્કેલ બન્યા છે. આ પરિસ્થિતિને કારણે 500 થી વધુ લોકો ગામ છોડીને હિજરત કરવા મજબૂર બન્યા છે, જેના લીધે ગામની આર્થિક સ્થિતિ પણ નબળી પડી છે.

પાણીની અછતથી સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ રહી છે. લગ્ન જેવા પ્રસંગોમાં અવરોધ સર્જાઈ રહ્યો છે અને અનેક પરિવારોને ગામ છોડવું પડી રહ્યું છે. તંત્રને અનેક રજૂઆતો છતાં ઉકેલ ન મળતા ગ્રામજનોએ એકતા દાખવી ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande