

પોરબંદર, 08 એપ્રિલ (હિ.સ.)રાણાવાવ પોલીસે પોણા ચાર લાખના સોનાના દાગીના મૂળ માલિકને પરત કર્યા હતા. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુન્હાના કામે કબ્જે કરેલ સોનાના દાગીનાનો મુદ્દામાલ જે કોર્ટના હુકમના આધારે મદામાલ મૂળ માલિકોને -સોંપવા સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ડાંગર તથા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસો દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ડાંગર તથા રાણાવાવ પોલીસ સ્ટાફના માણસો દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમના કામની મુદામાલ સોનાના દાગીના કુલ વજન 54.10ગ્રામ કિ.રૂા.3,78, 700 નો મુદ્દામાલ ઉપરોકત ગુન્હાના કામે કબ્જે કરવામાં આવેલ જે મુદામાલ ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકને પરત સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી. ડાંગર તથા પોલીસ હેડ કૉન્સ્ટેબલ એલ.ડી. સીસોદીયા વગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya