પોરબંદરના યુવાનની ગુજરાત ક્રિકેટ ટીમમાં પસંદગી.
પોરબંદર, 08 એપ્રિલ (હિ.સ.)ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર દ્વારા આયોજિત SGFI રાજ્ય કક્ષાના ક્રિકેટ અન્ડર-17 બોયઝ સિલેક
પોરબંદરના યુવાનની ગુજરાત ક્રિકેટ ટીમમાં પસંદગી.


પોરબંદર, 08 એપ્રિલ (હિ.સ.)ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીનગર દ્વારા આયોજિત SGFI રાજ્ય કક્ષાના ક્રિકેટ અન્ડર-17 બોયઝ સિલેક્શન વર્ષ 2025-26નું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.આ સિલેક્શન પ્રક્રિયામાં પોરબંદર જિલ્લાની ટીમમાંથી સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થી વિર પોપટે ભાગ લીધો હતો અને સિલેક્શન માટે પસંદગી મેળવી હતી.ગાંધીનગર ખાતે આવેલ GSA ક્રિકેટ એકેડમી ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના ટ્રાયલમાં વિર હિતેશકુમાર પોપટે ખૂબ જ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેના આ પ્રદર્શનના આધારે તે નેશનલ ટીમ માટે પસંદ થતા સેન્ટ મેરી સ્કૂલ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande