જામનગરમાં હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ અભિયાન અંતર્ગત 1.45 લાખથી વધુ લોકો સુધી મૌખિક સ્વાસ્થ્યની જાણકારી ફેલાવાઈ
- સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા સતત 31 દિવસ સુધી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. - “A Happy Mouth is… A Happy Life” ની થીમ હેઠળ યોજાયેલ અભિયાનમાં 282 થી વધુ પ્રવૃત્તિઓ દ્વારા લાખો લોકો સુધી પહોંચ્યું આરોગ્યનું ભાથું - 351 કલાકની સક્રિય કામગીરી અને સોશિ
જામનગરમાં હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ અભિયાન અંતર્ગત 1.45 લાખથી વધુ લોકો સુધી મૌખિક સ્વાસ્થ્યની જાણકારી ફેલાવાઈ


- સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા સતત 31 દિવસ સુધી જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા.

- “A Happy Mouth is… A Happy Life” ની થીમ હેઠળ યોજાયેલ અભિયાનમાં 282 થી વધુ

પ્રવૃત્તિઓ દ્વારા લાખો લોકો સુધી પહોંચ્યું આરોગ્યનું ભાથું

- 351 કલાકની સક્રિય કામગીરી અને સોશિયલ મીડિયા થકી 1.45 લાખથી વધુ લોકો સુધી મૌખિક સ્વાસ્થ્યની જાણકારી ફેલાવાઈ

જામનગર/અમદાવાદ, 01 મે (હિ.સ.) : જામનગર ખાતે સ્થિત સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ‘વર્લ્ડ ઓરલ હેલ્થ ડે 202 ની ઉજવણીના ભાગરૂપે “A Happy Mouth is… A Happy Life” થીમ હેઠળ 31 દિવસીય જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

હર ઘર, હર ગલી ડેન્ટિસ્ટ આ અભિયાન હેઠળ નાગરિકોને મૌખિક આરોગ્યનું મહત્વ, તમાકુના

દૂષણથી સમાજને દૂર રાખવા અને સ્વસ્થ જીવનશૈલી માટે જનતાને પ્રેરિત કરવાનો પ્રયાસ કરાયો હતો.

આ ભગીરથ કાર્ય માટે સંસ્થા દ્વારા બે મહિના અગાઉથી જ માઈક્રો પ્લાનિંગ કરી ડોક્ટરો, સ્ટાફ અને વિદ્યાર્થીઓની 10 વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા દરરોજ શહેર અને ગ્રામ્યના 5 થી 6 અલગ-અલગ સ્થળોએ પ્રવૃત્તિઓ હાથ ધરી અભિયાનના વ્યાપને ત્રણ ગણો વધારવામાં આવ્યો હતો.

આ 31 દિવસીય અભિયાન દરમિયાન કુલ 282 જેટલી વિવિધલક્ષી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં શાળાઓ, ગામડાઓ અને સ્લમ વિસ્તારોમાં જઈ નિષ્ણાતોએ મૌખિક આરોગ્યનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સતત 351 કલાક સુધી ચાલેલી આ કામગીરીમાં 10 તાલીમ કાર્યક્રમો દ્વારા 1000 થી વધુ આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય કર્મચારીઓને સજ્જ કરવામાં આવ્યા હતા. જનજાગૃતિ માટે આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત માધ્યમોનો સમન્વય કરી 50 થી વધુ IEC સામગ્રી જેવી કે ફ્લેક્સ, મોડેલ્સ અને વીડિયો તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 100 થી વધુ પોસ્ટ અને રીલ્સના માધ્યમથી અંદાજે 1,45,000 થી વધુ લોકો સુધી સ્વાસ્થ્યવર્ધક સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.

અભિયાનની સફળતા અને જનસમુદાયના 97 ટકા હકારાત્મક પ્રતિસાદ બાદ સરકારી દંતચિકિત્સા કોલેજ અને હોસ્પિટલ, જામનગર દ્વારા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, સહયોગી એનજીઓ તેમજ જાગૃત નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. મજબૂત કદમ વધાર્યું છે. સાથે જ ભવિષ્યમાં પણ સમુદાયના સહયોગથી આવા આરોગ્યલક્ષી સેવાકીય કાર્યો અવિરત ચાલુ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande